________________
૨૧
મહાવીર અને તેમને સમય છે અને તેથી એમ કહેવાનો હરકત નથી કે તેને મહાવીર સાથે અથવા તે સમયની એક યા બીજી સામાજિક પરિસ્થિતિ સાથે સંબંધ હોવા જોઈએ.
આપણે કલ્પસૂત્ર પરથી જાણીએ છીએ કે ઈંદ્રદેવે પિતાના હુકમનો અમલ કરવા હરિસેગમે સીને મોકલ્યો હતો. આ હરિણગામેસી સામાન્યતઃ હરિને નેગમેસી એટલે ઈંદ્રને સેવક એ રીતે ઓળખાય છે. ૨ ડૉ. ખુલર જણાવે છે કે “નેમેસવાળું જૈન શિપ જેમાં એક તીર્થકર, એક સ્ત્રી અને એક નાનું બાળક છે તે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભના ફેરફાર સંબંધી પ્રસિદ્ધ દંતકથામાં દેવે લીધેલ ભાગનું સૂચન કરે છે.
દેખીતી રીતે આ દંતકથા વિચિત્ર લાગે છે પણ એટલું કબૂલ કરવું જોઈએ કે વધારે વિચિત્ર અને કાલ્પનિક કથાઓ બીજા ધર્મો પણ પિતાના દેવ માટે કહે છે. અમને જે વિલક્ષણ જણાય છે તે દંતકથાને પ્રકાર નથી, પરંતુ તેની પાછળ રહેલી ભાવના છે. જેન લેકેના આવા વલણપરથી એમ ધારી શકાય ખરું કે મૂળમાં સાધુ ધર્મ માત્ર ક્ષત્રિય માટે જાયેલ હતા? પરંતુ તેમ દેખાતું નથી, કારણ કે મહાવીરના સમયથી માંડી આજસુધી આપણે જોતા આવ્યા છીએ કે જેન ધર્મના કેટલાક મેટામાં મેટા અને પ્રસિદ્ધ પુરુષે બ્રાહ્મણે પણ હતા. ઈંદ્રભૂતિથી માંડીને મહાવીરના છેલ્લામાં છેલા ગણધર સુધી બધા બ્રાહ્મણોજ હતા. ત્યાર પછીના ઇતિહાસમાં સિદ્ધસેન, હરિભદ્ર આદિ પ્રસિદ્ધ જૈન આચાર્યો અને વિદ્વાન પણ બ્રાહ્મણેજ હતા.
એમ જણાય છે કે બુદ્ધિવાદના જમાનાની શરૂઆતમાં જ્યારે બ્રાહ્મણે તેમની પ્રતિષ્ઠાના શિખરે હતા અને જ્યારે અન્ય જાતિઓ તેમની તાબેદારીથી વધારેને વધારે જાગૃત થતી ગઈ ત્યારે જેનેની આ માન્યતાએ ચેકકસ વલણ લીધું હશે. બૌદ્ધો પણ આવું જ કંઈક માનતા હશે કે જે એમને ભિક્ષુસંઘમાં ક્ષત્રિઓને આપેલા પ્રધાનપણા ઉપરથી જણાઈ આવે છે. બનારસના બુદ્ધના પ્રવચનમાં પિતાના ધર્મ માટે તે કહે છે કે “ધર્મ પાલન માટે કુલીન યુવાને સંસારને સર્વથા ત્યાગ કરે અને ગૃહરહિત જીવન વ્યતીત કરે.*
1. Jacobi, op. cil, pp. 223 ft. 2. Bihler, ot. it., p. 316. 3. Ibid., p. 317. Cf. also Mathura Sculptures, Plate II; A.S.R., xx., Plate IV, 2-5.
4. "There is a legend about Indrabhūti which shows how much he was attached to his teacher. At the time of Mahavira's death he was absent. On his return, hearing of his beloved teacher's sudden decease, he was overcome with grief. He became aware that the last remaining bond which tied him to the Samsāra was the feeling of love he still entertained for his teacher. Therefore he cut asunder that bond, and thus Chinnapiyabandhane he reached the stage of Kevalin. He died a month after Mahävira's Nirvana." --Jacobi, Kalpa-Satra, Int., p. 1.
5. “Siddhasena Divakara, the son of a Brahman minister. . . . IIaribhadra was originally a learned Brahman..."-Stevenson (Mrs), op. cit., pp. 76, 80.
6. Rhys Davids and Oldenberg, S.B.E., xiii., p. 93.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org