SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ સ્થપાયેલી નથી. પિટકોને પણ આજ મત છે; કારણ કે તેમાં વિરોધદર્શક સૂચન કયાંયે મળી આવતું નથી.” બૌદ્ધ શાસ્ત્રના આ બધા ઉલ્લેખને અભ્યાસ કર્યા પછી કોઈએ એમ અનુમાન કરી લેવાનું નથી કે હિંદુ શાસ્ત્ર અને કથાનકને જૈન ધર્મ વિષે કાંઈ કહેવાનું નથી. જો કે તે મહાવીર અને તેના સમય પછીના જણાય છે છતાં બૌદ્ધ શા કરતાં તે એક પગલું આગળ જાય છે. આશ્ચર્યની વાત તે એ છે કે ઋષભદેવ આ યુગના પ્રથમ જિન થઈ ગયા છે. એ જેની માન્યતાને હિંદુ શા લગભગ ટેકો આપે છે. વિષ્ણુપુરાણ પરથી આપણે જાણી શકીએ છીએ કે બ્રાહ્મણે પણ કોઈ એક વ્યષભને માને છે કે જેનું જીવન થોડું ઘણું જિન અષભદેવને મળતું આવે છે. ભાગવત પુરાણમાં પણ તેમના જીવનનું વિસ્તૃત વર્ણન મળી આવે છે, જેના ઉપરથી માન્યા સિવાય ચાલે તેમ નથી કે જેનોના પહેલા તીર્થંકર તેઓ જ હશે. વિલ્સનના વિષ્ણુપુરાણમાં ભાગવત પુરાણ પરની નંધમાં લખ્યું છે કે “આ પુસ્તકમાં કષભદેવની ભક્તિ વિષે વિસ્તૃત વર્ણન મળી આવે છે, તેમજ ઝીણામાં ઝીણી બાબતે વિષેના તેમાં મળી આવતા પ્રસંગો બીજા એક પુરાણમાં મળી શક્તા નથી. આમાં કાષભદેવના ભ્રમણના પ્રસંગે બહુજ સુંદર રીતે આપ્યા છે. જે કોંક, વેકાટ, કુટક, અને દક્ષિણ કર્ણાટક અથવા દ્વિપકલ્પને પશ્ચિમ વિભાગ જણાય છે અને તે દેશના લેકેએ જૈન ધર્મ સ્વીકાર્યાને ઉલેખ છે.” બીજા તીર્થકરમાં પાંચમા તીર્થંકર સુમતિનાથ, ભરતના પુત્ર સુમતિ હોવાનું સંભવે છે જેના વિષે ભાગવતમાં કહ્યું છે કે “તે કેટલાક નાસ્તિકેથી દેવ તરીકે પૂજાશે.” આ ઉપરાંત “બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ ઉગ્રસેનની પુત્રી રાજિમતીને લીધે શ્રી કૃષ્ણની કથા સાથે સંબંધ ધરાવે છે”૪ વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણના આ બધા ઉલ્લેખો પરથી ડૉ. યાકોબી લખે છે કે “આ કથાનકે કેટલેક અંશે ઐતિહાસિક હોય તેમ જણાય છેજે રાષભદેવને પહેલા તીર્થકર સાબીત કરે છે." આમ છતાં આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાક વિદ્વાનની દષ્ટિએ આ પુરાણે પાછળના કાળનાં છે અને તેથી તેના પ્રમાણ પર પૂરો વિશ્વાસ મૂકી શકાય નહિ.૬ 1. Jacobi, I. A., ix., p. 161. 2. Nabhi had by his queen Maru the magnanimous Rshabha, and he had a hundred sons, the eldest of whom was Bharata. Having ruled with equity and wisdom, and celebrated many sacrificial rites, he resigned the sovereignty of the earth to the heroic Bharata, etc.-C. Wilson, Vishnu-Purāna, p. 163. 3. Ibid., p. 164 n, 4. Jacobi, op. cit., p. 163. See also " Neminātha, an uncle to Krishna and the twentysecond Tirthankara of the Jainas." etc.-J. Mazumdar, op. cit., p. 551. 5. Jacobi, op. and loc., cit. 6. CS. Wilson, ot. cit,i, pp. 328-329. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy