________________
૨૩૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
સમૂહ પોતાના હસ્તકમળમાં હાર લઈ ઉભેલ ચાર સ્ત્રીઆકૃતિઓનેા છે જે શિલાલેખમાં નિર્દેશેલ અર્હુતની પૂજા કરવાના ઇરાદે દર્શાવે છે. પહેલી ત્રણ આકૃતિઓમાંની દરેક પોતાના જમણા હાથમાં લાંબી દાંડીવાળું કમળ ધરાવે છે. જ્યારે ચાથી આકૃતિ કે જે કદમાં નાની છે તે યુવાન દેખાય છે અને તેણે ભક્તિભાવથી હાથ જોડેલા છે અને તે શિલાના ડે આડા પડેલા એસિરિયાના સિંહના જેવી પ્રતિકૃતીથી કાંઈક ઢંકાયેલી છે. ડાઁ. ખુહલરના મતે, આ સ્ત્રીએના ચહેરા ચિત્રના જેવા દેખાય છે. અને તેના વિચિત્ર વેશ આખા શરીરને ઢાંકતા પગસુધીના એક જ વસ્ત્રના છે અને તે કમરે વીંટાયેલું જણાય છે.
આ શિલાનેા કેટલાક ભાગ ખંડિત છે તે મુશ્કેલી છે. ધર્મચક્રની જમણી બાજૂની પુરુષાકૃતિ ડૉ. બુહલરના મતે નગ્ન સાધુની છે જેના જમણા હાથ પર હંમેશ મુજબ લટકતા લુગડાનો એક કકડા છે. ઘણું કરીને શિલાલેખમાં નિર્દેશેલ અર્હત આ હશે.૨ આ સાધુની નગ્ન આકૃતિ છે કે કેમ તે કહેવું કઠણ છે. સ્મિથના મતે, શિલાની આ ખાજાએ ચાર પૂજા કરનારા પુરુષમાંના એકની પ્રતિકૃતિ છે. અમારા મતે પણુ, સ્મિથના મત વધુ સ્વીકાર્ય છે કેમકે આખુંય શિલ્પ નોંધમાં દર્શાવેલ અર્હુતની પૂજા માટે તૈયારી કરતા પુરુષ અને સ્ત્રીપૂજકોનો સમૂહ દર્શાવે છે,
મથુરાશિલ્પના આ નમૂના તેના દેવાથી બંધાયેલ વોટ્ટુ સ્તૂપ સાથેના સંબંધથી અગત્યના છે. આપણે ‘દેવાથી બંધાયેલા' એ શબ્દની લાક્ષણિકતાના વિચાર અગાઉ કર્યાં છે. તે ઈ. સ. પૂર્વે કેટલાક સૈકા પહેલાં બંધાયેા હશે કેમકે મથુરાના જૈને પોતાનાં દાનની નોંધ રાખતા થયા તે સમયના હોય તે તે તેના બંધાવનારનું નામ જાણતા હેાત. તેના સંબંધી દંતકથા સ્મિથના શબ્દેમાં નીચે પ્રમાણે છેઃ “સ્તૂપ મૂળે સેનાના હતા અને તેના પર કીંમતી રત્નો જડ્યાં હતાં અને તે સાતમા જિન સુપાર્શ્વનાથના માનમાં ધર્મઋષિ અને ધર્મઘેષ એ બે સાધુઓની ઇચ્છા મુજબ દેવી કુબેરાએ બંધાન્યા હતા. ત્રેવીશમા જિન પાર્શ્વનાથના સમયમાં, સુવર્ણમય સ્તૂપનું સ્થાન ઇંટાએ લીધું અને બહારની બાજુ પથ્થરનું મંદિર બંધાવવામાં આવ્યું.”
૪
મથુરા શિલ્પના આ થોડા નમૂના ઉપરાંત મનુષ્યા અને દંતકથાના નાયકા દ્વારા પવિત્ર જગ્યા તથા વસ્તુઓ પ્રતિ દર્શાવાતા માનસહિત તારણ વિષે વિચાર કરીશું. આ તારામાં કળાકાર કોઈ અમુક ગ્રંથ કે દંતકથા દર્શાવવા નથી ઇચ્છતા, પરંતુ દેવા તથા મનુષ્યા, તીર્થંકરા તથા તેમના સ્તૂપા અને મંદિરે પ્રતિ પોતાના ભક્તિભાવ વ્યક્ત કરવા કેટલા ઉત્સુક હાય છે તે બતાવવા ઈચ્છે છે. આ જ કારણે આ પ્રતિકૃતિએ એક યા અનેક જૈન પવિત્રધામાની પૂજાનેા અને તે માટે જતા યાત્રાના સંઘાના નિર્દેશ કરે છે,
Jain Educationa International
1, Buhler. o. and loc. cit.
2. Ibid.
3. Smith op. cit., p. 12.
4. Ibid., p. 15,
For Personal and Private Use Only
www.jainelibrary.org/