SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરીય જૈનકળા ૨૨૯ એમ જણાય છે કે પાસે અથવા દેખીતે વિષય-દર્શકતત્ત્વ એ મુખ્ય હોય છે કે જે વ્યક્તિગત પસંદગી યા નાપસંદગીને વ્યક્ત કરે છે અને કળાને અર્થ પણ આપણે દૃષ્ટિએ તેની વસ્તુ યા દર્શક્તત્વ કરતાં કાંઈ વધારે ઊંડે નથી રહેતું. ખરું જોતાં શિવયશાના આયાગપટમાં અને કેટલાક સ્થંભ પર ઉભી અથવા તે આરામથી આડી પડેલી અથવા બીજી કઈ સ્થિતિમાં દર્શાવેલી સ્ત્રીઆકૃતિઓ સારા યા ખોટા કાર્યની પ્રેરણા આપતી નથી કેમકે બધી પ્રેરક હેતુવાળી કળા લાગણીપ્રધાન હોય છે. ખરી કળાની કિંમત તેની નિર્મોહતામાં તથા કલ્પનામાં રહેલી છે. પ્રાચીન હિંદી કળાકારેએ સ્ત્રીઓની આકૃતિ દોરવામાં ગંભીરતા, નિખાલસતા, અને ઉદારતાના ભાવે પ્રદર્શિત કર્યા છે. જાડાં ગેળ પગનાં સાંકળાં, આછાં વચ્ચે, ભારે કુંડળો, બાજુબંધ, હાર અને કંદરા એ સર્વઆકર્ષક અને સર્વવિજયી નગ્નતા છુપાવતાં નથી પણ તેની શેભામાં અભિવૃદ્ધિ કરે છે. આ પ્રકારની સુંદરતામાં અસભ્યતાને છાંટે પણ નથી તેમ જ બેટી શરમની લાગણી પણ નથી. હલકા કે સંકુચિત ક્ષેત્રમાં નહિ, પરંતુ પોતાના આત્મારૂપ મહેલમાં મથુરા, સાંચિ અને અન્ય સ્થાનના કળાકારોએ સ્ત્રીને અપ્રતિમ સ્થાન આપેલું છે અને તેથી જ તેઓએ આસમાની આકાશની સામે, નિત્ય અસ્તિત્વ ધરાવતા પથ્થરોમાં સર્વ સુંદરતાના અમર આદર્શ તરીકે તેની પ્રતિકૃતિઓ નિપજાવી છે. આમોહિનીએ બેસાડેલી અર્પણની તકતી પર આવતાં, મિથ જણાવે છે કે “આ સુંદર તકતી જે આયાગપટ હોવા છતાં તે રીતે ઓળખાતી નથી. તે ત્રણ પરિચારિકાઓ અને એક બાળક સાથે એક રાણીને દેખાવ આપે છે. પ્રાચીન હિંદી પદ્ધતિ જે આજ સુધી દક્ષિણમાં પ્રચલિત હતી તદનુસાર તે પરિચારિકાઓ કમર સુધી નગ્ન છે. એક પિતાની રાણીને છત્ર ધરે છે, બીજી પંખો વીંઝે છે, ત્રીજી અર્પણ માટે હારની માળા ધરી રાખે છે. આ પ્રતિકૃતિ સ્થલ હોવા છતાં કળાની દૃષ્ટિએ કંઈ ઉતરતી નથી.” આ આયોગપટની સાથે દેએ બંધાવેલા દ્ધ સ્તૂપ સાથે સંબંધ ધરાવતા શિ૯૫નો વિચાર કરીએ. એ પ્રતિકૃતિની મધ્યમાં પવિત્ર ચિહ્ન તરીકે ત્રિશૂલના આધારે રહેલ ધર્મચક આપેલું છે કે જે કમળ પર રહેલું છે. મૃતિચક યા ધર્મચક એ જૈન, બ્રાહ્મણ અને બુદ્ધ એ ત્રણે સંપ્રદાયની સામાન્ય સંજ્ઞા છે. અહીં દેખાય છે તે ચક “મથાળે બે બાજુ કર્ણાકારે આગળ પડે છે તથા તેમાં પાયા તરફ ઢળતા બે શંખે હેવાથી એ બાબતમાં તે બીજા બુદ્ધ અને જૈન શિપથી જાદું પડે છે.” આકૃતિની જમણી બાજાને પૂજકોનો 1. Smith op. cit., p. 21, Plate XIV. 2."... it would be surprising if the worship of Stapas, of sacred trees, of the Wheel of the Law, and so forth, more or less distinct traces of which are found with all sects, as well as their representations in sculptures, were due to one sect alone instead of being heirlooms handed down from remote times before the beginning of the historical period of India." Bihler, op. cit., p. 323. 3. Ibid., p. 321. For a specimen of Buddhist sculpture see Fergusson, Tree and Serpent Worship, Plate XXIX, Fig. 2. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy