________________
૨૧૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ તરંગલેલા એ તરંગવતીની ટૂંકાવેલ બેંધ હોવા છતાં તે મહાન સાહિત્યિક રસવાળી છે, અને તે સમયમાં પ્રચલિત વાર્તા સાહિત્યનું પ્રતિબિંબ છે જે સંસ્કૃત અને પ્રાકૃત એ બન્ને ભાષામાં વિશાળ હોવું જોઈએ, જોકે તેમાંના ઘણા થેડા જ ગ્રંથે આપણને વારસામાં મળ્યા છે. આવા સાહિત્યના બીજા નમૂનાની માફક, આ રોમાંચ કથામાં પણ અંતે નાયિક સંસારનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે. પૂર્વજન્મનું જાતિસમરણ જ્ઞાન અને તેના પરિણામે એ આ કથાને હેતુ છે. આ કથાનકમાં છૂટીછવાઈ ધાર્મિક સૂચનાઓ ઘણે ઠેકાણે આવે છે તેમ છતાં પણ તે ઉપદેશાત્મક બની જતી નથી.
પાદલિપ્તના તરંગવતી સિવાયના ગ્રંથમાં ભૂસ્તર વિદ્યાને ગ્રંથ પ્રશ્ન-પ્રકાશ અને નિર્વાણ-કલિકા મુખ્ય છે, તેમાં નિર્વાણ-કલિકા એ મૂર્તિની સ્થાપના વિધિ દર્શાવતું પ્રાચીનતમ પુસ્તક છે કે જે પ્રતિષ્ઠા–પદ્ધતિના નામે ઓળખાય છે. આ ગ્રંથ પુરાતત્વવિદને ખબ અગત્યને છે કેમ કે “તે જૈન પવિત્ર સાહિત્યના રચનાકાળ તથા વાચનાકાળ એ બે વચ્ચેની સાંકળ છે. તે કાળના સામાન્ય રિવાજ અનુસાર જૈન ધાર્મિક પુસ્તક કે જે અર્ધમાગધી ભાષામાં લખાતાં હતાં તેને બદલે આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયે છે. આચાર્ય પદવીને લગતે ઠાઠ ભારે છે. હાથી, ઘેડે, પાલખી, ચામર અને છત્ર જેવાં રાજચિન્હો, તેમજ ગપટ્ટક (પૂજામાટે નકશે), અને ખટિકા (કલમ), ગ્રંથે, સ્ફટિકની નવકારવાળી, ચાખડી આદિ પદવીદાન સમયે આચાર્યને આપવામાં આવે છે. નિત્ય-કર્મવિધિમાં અષ્ટમૂર્તિ (અષ્ટમુખી શિવ) ને નિર્દેશ અગત્યને છે અને તે બતાવે છે કે જૈન પૂજા વિધિપર તાંત્રિક આગમની અસર થયેલી છે જેમાં મુખ્ય દેવ શિવ છે.૨
આમ જે બધું આપણે ઉપર જોઈ ગયા તે ઉપરથી એટલું તે ચોક્કસ છે કે જૈન ઈતિહાસને મહાવીર પછીને ૧૦૦૦ વર્ષને કાળ પણ પ્રાચીન સાહિત્યના અખલિત પ્રવાહનો યુગ ખુશીથી કહી શકાય કે આ સમયના પરંપરાગત જૈન સાહિત્યની વિસ્તૃત સમાચના આપણે કરી શક્યા નથી તોપણ આપણે એમ કહી શકીએ ખરા કે આ જૈન સાહિત્ય તે સમયના અન્ય હિંદી સાહિત્યના મુકાબલે વિવિધતા અને વિશિષ્ટતામાં જરાપણ ઉતરે તેમ નથી જ, આ જૈન સાહિત્યમાં બધા વિષયે આવી જાય છે અને શાસ્ત્રીય સાહિત્ય સામે સંબંધ ધરાવતા સિદ્ધાંત, નીતિ નિયમ, ચર્ચારપદ તથા અકારણ દલીલથી ભરેલા વિષયના ગ્રંથે ઉપરાંત ઈતિહાસ, દંતકથાઓ, મહાકાવ્ય, રોમાંચક કથા અને છેવટે ખગોળ વિદ્યા, ભૂસ્તર વિદ્યા અને જોતિષશાસ્ત્ર જેવા વૈજ્ઞાનિક વિષયે પણ તેમાં ચર્ચાયા છે.
1. Jhaveri, op. cit., Int., p. 1. 2. Ibid, Int, p. 5.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org