________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૨૧૭
ન્યાયના સિદ્ધાંતેની વિસ્તૃત ચર્ચા કરતા સામાન્ય તત્ત્વજ્ઞાનને પ્રાકૃતમાં એક જ ગ્રંથ છે. આ બન્ને વિદ્વત્તાભર્યા ગ્રંથ રચાયા પહેલાં જૈન ન્યાયસંબંધમાં કેઈ અન્ય પ્રમાણભૂત ગ્રંથ હોવાનું જણાતું નથી, જો કે તેના સિદ્ધાંતિ, ધર્મ અને નીતિના સાહિત્યમાં છૂટાછવાયા રહેલાં હતા. ડૉ. વિદ્યાભૂષણ કહે છે કે “હિંદુસ્તાનના બીજા સંપ્રદાયની માફક જૈનેના પ્રાચીન ગ્રંથમાં ધર્મ અને નીતિની ચર્ચામાં ન્યાય મિશ્ર થઈ ગયેલો હતો. ન્યાયના જ વિષયની શુદ્ધ ચર્ચા કરવાનું પ્રથમ માન સિદ્ધસેન દિવાકરને છે; કેમકે વિદ્યાની અનેક શાખાઓમાંથી દેહન કરીને બત્રીસ કલેકેમાં ન્યાયવિષે ન્યાયાવતારના નામે ગ્રંથ લખી ન્યાયના વિષયને જુદો પાડી આપનાર જૈનેમાં સિદ્ધસેન એ પહેલા જ છે.”
ભદ્રબાહુની માફક સિદ્ધસેનની સાથે પણ જેનેની એક સ્તુતિ જે પાશ્વની સ્તુતિ છે તે જોડાયેલી છે. આને કલ્યાણમંદિરસ્તોત્ર કહેવામાં આવે છે જેના વિષે નીચે મુજબ દંતકથા છેઃ
એક વખત સિદ્ધસેને પોતાના ગુરુ સમક્ષ જાહેર કર્યું કે સમગ્ર પાકૃત પવિત્ર સાહિત્યને તે સંસ્કૃતમાં ઉતારવા ઈચ્છે છે. આવા પાપમય ઉતારના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરુએ તેમને પારચિહક પ્રાયશ્ચિત્ત આપ્યું જે મુજબ તેને બાર વર્ષ સુધી તીર્થસ્થાનોની મનપણે યાત્રા કરવાની હતી. તે નિયમાનુસાર એક વખત તે ઉજજૈન ગયા અને ત્યાં મહાકાળના મંદિરમાં રહ્યા. અહીં શિવને નમસ્કાર ન કરવાથી ત્યાંના પૂજારીઓને કેપ તેમના ઉપર ઉતર્યો. તેઓએ વિક્રમાદિત્ય રાજાને બોલાવ્યું. રાજાએ તેમને શિવને નમસ્કાર કરવાની ફરજ પાડી. સિદ્ધસેને કલ્યાણ મંદિર સ્તોત્રને સ્તુતિરૂપે બેલીને નમસ્કાર તે કર્યો, પણ પરિ ણામે શિવની મૂર્તિના બે ભાગ થયા અને તેમાંથી જૈન તીર્થંકરની મૂર્તિ નીકળી. તેના આ પ્રભાવથી વિક્રમાદિત્ય અને બીજાઓએ જૈનધર્મ અંગીકાર કર્યો.૨
પાદલિપ્તની બાબતમાં રાજા મુરુડને જૈનધર્મ સ્વીકાર કરાવ્યાને ઉલ્લેખ કરી ગયા છીએ કે જેને “કાન્યકુન્જના ૩૬,૦૦,૦૦૦ પ્રજાને શહેનશાહ તરીકે ઓળખાવવામાં આવે છે”૩ તેમને આપણે તરંગવતીના કર્તા તરીકે ઓળખીએ છીએ જે પ્રાચીનતમ અને પ્રખ્યાત રોમાંચક કથા છે. આ કથાનું મૂળ તો વિચ્છેદ ગયું છે, પરંતુ તરંગલા નામની ટૂંકાવેલ બેંધ મળે છે. નેમિચંદ્ર તેના કર્તા છે અને તેમણે તરંગવતીના ગુંચવણ ભરેલા કલેકે તથા લેકપદા (લેક કહેવત) તેમાંથી કમી કર્યા છે. નેમિચ મૂળને ટૂંકાવવાનું કારણ એ બતાવ્યું છે કે મૂળ બહુ જ વિસ્તૃત, ગુંચભર્યું, લેકનાં યુગલકે, પકે, કુલક આદિથી ભરેલું હોવાથી માત્ર વિદ્દગ્ય હતું અને સામાન્ય જનતા તેને લાભ લઈ શકતી ન હતી.
1. Vidyabhusana, Nyāyāvatara, Int., p. 1.
2. Hiralal ( Rai Bahadur ), op. cit., Int., p. xiii. CJ. this story with the one given in the Jainistic recension of Vikramacarita.-Edgerton, op. cit., p. 253.
3. Ibid., p. 251. 4. Cf. Jhaveri, Nirvana-Kalika, Int., pp. 12-13.
૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org