________________
ઉત્તર હિંનું જૈન સાહિત્ય
૨૦૯ છેલ્લાં પાંચ ઉપગે નિરયાલીસુત્ત નામે એક જ મૂળ ગ્રંથના પાંચ વિભાગે છે. વેબરના શબ્દોમાં “આ પાંચ વિભાગોની પાંચ ઉપાંગો તરીકે ગણના અંગોની સંખ્યા સાથે તેની સંખ્યા સરખી કરવાના વિચારથી ઉદ્દભવી જણાય છે.” આઠમા ઉપગની ઐતિહાસિક અગત્યતા તેમાં કણિકના દશ સાવકા ભાઈએ મહાન લિચ્છવી રાજા ચેડગ સામેના યુદ્ધમાં મરાયા હતા અને પરિણામે તેઓએ જુદા જુદા નરકમાં પુનર્જન્મ લીધું હતું તેની ચર્ચામાં છે. - સિદ્ધાંતના બીજા સમૂહ ઉપાંગો વિષે આટલું બસ છે. સિદ્ધાંતને ત્રીજે સમૂહ દશ પયન્ના અથવા પ્રકીર્ણનો બનેલું છે. આ ગ્રંથ “શબ્દના ભાવવાહી અર્થ અનુસાર “છૂટી. છવાઈ' અર્થાત “ઉતાવળથી તૈયાર કરેલી” છે એ નામ ધરાવે છે અને તે વૈદિક પરિ. શિષ્ટોની માફક ગ્રંથેના જુદા સમૂહ તરીકે બરાબર બંધબેસતે છે. પરિશિષ્ટની જેમ કેટલાક અપવાદ સિવાય અંગેની કારિકા માટે વપરાયેલી આર્યામાં આ ગ્રંથ લખાયેલા છે.”૩ આ પન્ના અનેક વિષયો ચર્ચે છે. તેમાં અડુતે, સિદ્ધ, સાધુઓ અને ધર્મના ચાર શરણ અંગીકાર કરવા સંબંધી પ્રાર્થનાઓ, લેખનાવિધિ, ગર્ભમાં ચેતન, ગુરુ અને શિષ્યના ગુણો તથા દેવેની ગણના આદિ વર્ણન છે.* - હવે સિદ્ધાંતના ચેથા સમૂહ છેદસૂત્રોને લઈએ. તેમાં સાધુ તથા સાધ્વીની જીવનચર્યાના નિષેધાત્મક નિયમો છે અને તે માટે શિક્ષા યા પ્રાયશ્ચિત્ત પણ બતાવેલાં છે, તે ઉપરાંત તેમાં દંતકથાને પણ ગૌણ રીતે ગૂંથેલી છે. તે બધાં પરિણામે બુદ્ધના વિનયને મળતાં આવે છે જેની સાથે કેટલાક તફાવત હોવા છતાં પણ વસ્તુ અને ચર્ચાની પદ્ધતિમાં સંબંધ ધરાવે છે. છેદસૂત્રની પ્રાચીનતા બાબત વિન્ટરનિટઝ અને વેબરના મત પ્રમાણે તેમને માટે ભાગ ઘણે પ્રાચીન છે. કારણ કે આ સમૂહને ઘણે ભાગ છેદ ૩-૫ સિદ્ધાંતના જૂનામાં જૂના ભાગમાં જ છે."
આ ત્રણ દસ-ત્રીજું, ચોથું અને પાંચમું જે દસા-કપ–વવહારના નામથી પ્રસિદ્ધ છે તે એક સમૂહ તરીકે છે. તેમાંના કલ્પ અને વ્યવહાર એ બે સૂત્રોના સંબંધમાં વારંવાર ભદ્રબાહુને નિર્દેશ થયે છે કે જે તેમણે નવમાં પૂર્વમાંથી ઉદ્ધરેલાં જણાય છે. છેદસૂત્રોના સમૂહમાંના ત્રીજા આચારસાઓના કર્તા તરીકે તે ભદ્રબાહુ વિષે દંતકથા પણ ટેકે આપે છે. તેમાંનું આઠમું પ્રકરણ ભદ્રબાહુના કલ્પસૂત્રને નામે લાંબા વખતથી
1. Weber, p. cil., p. 23. 2. Cf. Niryāvalika-Stdra, pp. 3-19. 3. Weber, op. cit., p. 106. C. Winternitz, op. cit., p. 308. 4. CJ. Weber, op. cit., pp. 109-112; Winternitz, op. and loc. cit. 5. C). Weber, op. cit., p. 179; Winternitz, op. cit., p. 309. 6, cf. bid., p. 308; Weber, op. cit., pp. 179-180. 7. CJ. Winternitz, op. cit., p. 309; Weber, p. cit., pp. 179, 210. 8. ફુલાવETI, નિગૂઢા નેળ નવમgવાબો ! વંકામિ મદ્વાદું, . . -Rs/hinandalastotra, v. 166.
૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org