________________
૨૦૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
કને વિચાર કરતાં તે ઐતિહાસિક અગત્યતા ધરાવે છે જેમાં ચપામાં મહાવીરની પધરામણી અને તેમની દેશના તથા રાજા કૃણિય યા અજાતશત્રુનું મહાવીરના વંદન માટે આગમન આદિનું વર્ણન છે.
રાજપ્રસીય નામના બીજા ઉપાંગમાં સૂરિઆભ દેવનું પોતાના પિરવાર સહિત રાજા શ્વેતના અમલકપ્પા નગરમાં આગમન અને મહાવીર પ્રતિ પોતાના સંગીત, વાદન અને નૃત્ય વડે ભક્તિ દર્શાવ્યાનું વિસ્તૃત વર્ણન છે. વધુમાં તે ગ્રંથની અગત્યતા રાજા પએશી (પ્રદેશી ) અને ગણધર કેસિ વચ્ચેના સંવાદના કારણે વિશેષ છે, કે જે જીવ ( આત્મા ) ના દેહ ( શરીર ) સાથેના સંબંધને લગતા પ્રશ્નથી શરૂ થાય છે અને આ ખુટ્ટા મનના રાજાના જૈનધર્મના સ્વીકારમાં પરિણમે છે.
બાકીના ઉપાંગામાંના ત્રીજા અને ચેાથાને સાથે લઈ એ કારણ કે વસ્તુ અને ચર્ચામાં તે સમાન છે. આમાંનુ પહેલું ચેતનમય કુદરતના જુદા જુદા વગેર્યાં અને રૂપાની સંવાદમાં ચર્ચા કરે છે જ્યારે બીજું જીવેાની જુદા જુદા પ્રકારની જીવનચર્ચા નોંધે છે. તેમ છતાં પણ ચોથું ઉપાંગ પ્રજ્ઞાપના બાકીના સિદ્ધાંત પ્રથાથી જુદું પડે છે અને તે ખરતર તથા તપગચ્છની પટ્ટાવલિમાં જણાવેલા વીર પછી ચોથા સૈકામાં થયેલા અજ સામ ( આર્ય શ્યામ અર્થાત્ શ્યામાર્ય ) ને કર્તા તરીકે નોંધે છે.
આ પછી જેનેાના પાંચમા, છઠ્ઠા તથા સાતમા ઉપાંગેાના સમૂહ આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ એ જૈનેાના વૈજ્ઞાનિક ગ્રંથ છે. આ ગ્રંથેા ખગોળ, ભારતવર્ષની દંતકથા પ્રમાણેની ભૂગોળ અને સ્વર્ગ આદિના વર્ણન સહિત કાળગણના પદ્ધતિ અનુક્રમે વર્ણવે છે. આમાંથી પાંચમા ઉપાંગ સૂર્યપ્રપ્તિ પર ખાસ વિચાર કરવાની જરૂર છે. ડા. વેખર કહે છે કે “ તેમાં જેનેાના ખગેાળને લગતા વ્યવસ્થિત હેવાલ છે. ગ્રીક અસરે તેમાં ફેરફાર કરવામાં કાંઈ ભાગ ભજવ્યેા છે કે કેમ તે એક પ્રશ્ન છે; હિંદી ખગોળ વિદ્યાની મૌલિક પદ્ધતિ કે જે નાસ્તિકાની પ્રમાણભૂત તથા વિસ્તૃત અસર થયા પહેલાંની છે તેની અહીં નોંધ લેવાની છે.’પ હુંદી ખગોળ વિદ્યાની મૌલિક પદ્ધતિ માટે સૂર્યપ્રજ્ઞપ્તિ એ એક અદ્વિતીય નમૂને છે કે જે પૂર્વમાં ગ્રીક અસર થઈ તે પહેલાંના છે એ હકીકત બીજા વિદ્વાના પણ સ્વીકારે છે. અને જૈન ઇતિહાસની દૃષ્ટિએ તેની અગત્યતા સ્પષ્ટ છે.
1, Cf. Rajaraśiya-Stra (Agamodaya Samiti ), St. 1 fi,
2. Cf. bid., St. 65-79.
3. Cf. Weber, oh. ct., pp. 371, 373.
4. CJ. Klatt, I.A., xi., pp. 247, 251, According to Dr Charpentier, “ Uhāga a is expressly stated to be the work of Arya Syama, a patriarch who is certainly identical with that Kalakacāryal whom the tradition places in the time of Gardabhila, the father of Vikramaditya."-Charpentier, op. cil., Int., p. 27, Cf. Jacobi, Z.D.M.G., xxxiv,, pp. 251 ff.
5. Weber, I.A,, xxi., pp. 14–15.
6. Cf. Jacobi, S.B.E., xxii., Int., p. xl; Leumann, p. it, pp. 552-553. Thibaut, J.A.S.B., xlix., 1880, p. 108. For some facts of especial interest in connection with the Suryaprajnapti see ibid., pp. 107-121, 181–206.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org