SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ છે. દિગંબરાની માન્યતા કે જેનેાના સિદ્ધાંત તરીકે જે રહ્યું છે તે તેના મૂળ પમાં નથી, તેનું મૂળ આ છે. શ્વેતાંબર માન્યતાનાં કારણાના વિચાર કરતાં દિગંબરોની આ દંતકથા પાયા વિનાની છે જે હવે પછી ફરી એક વાર તપાસીશું. તેમ છતાં આ પ્રશ્ન પર આવતા પહેલાં જૈન સાહિત્યના ઇતિહાસમાં બુદ્ધઘેષ સમા શ્રીદેર્વાધગણિના નેતૃત્વ નીચે ગુજરાતના વલ્લભીમાં ઇ. સ. ની છઠ્ઠી શતાબ્દિમાં મળેલી બીજી પરિષદના નિર્દેશ કરીએ. મગધની પહેલી સભા પછી કાળ જતાં વેતાંબાના સિદ્ધાં તગ્રંથેામાં ગેરવ્યવસ્થા વધતી ગઈ અને તેના વિચ્છેદ થવાના પ્રસંગ ઉભા થયા. આ કારણે આગળ જોઈ ગયા તેમ મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષે “મહાન જૈનાચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે લેખી પ્રતાના અભાવે સિદ્ધાંત વિચ્છેદ જવાના ભય જણાવાથી વલ્લભીમાં ખીજી મહાન પરિષદ લાવી.”૨ તે દરમિયાન ખારમું અંગ કે જેમાં પૂર્વોના સમાવેશ થયેલા હતા તે વિચ્છેદ ગયું હતું અને જે કાંઈ બાકી રહ્યું હતું તેને લેખી આધારના રૂપમાં મૂકવામાં આવ્યું. આમ દેવાધિગણિના કાર્યમાં જાની લેખી પ્રતાના તથા દંતકથાના આધારે પવિત્ર શાસ્ત્રોના સિદ્ધાંતાની રચના થઈ હાવી જોઇએ. ૩ આજના બધા અભ્યાસીએ માને છે તેમ શંકારહિત કહી શકાય કે સિદ્ધાંતનું સમગ્ર બાહ્યસ્વરૂપ જે આજે અસ્તિત્વમાં છે તે ધ્રુવસેન કે જેના આશ્રય નીચે આ સભા મળી હતી તેમના સમયનું છે. દિગંબર દંતકથા અનુસાર મગધના ભીષણ દુષ્કાળના કારણે જૈન સિદ્ધાંતનો તરતજ વિચ્છેદ થયા એવા ઉડાઉ હેવાલના કોઈ પુરાવા નથી. આગળ વધતાં પહેલાં એક નોંધ લેવાની જરૂર છે કે મહાવીરના પહેલા શિષ્યા અંગા તથા પૂર્વી જાણતા હતા તેના સ્વીકાર દિગંબરા પણ કરે છે. “ શ્વેતાંબરાની માફક દિગંબરે પણ દ્વાદશાંગીનું બહુમાન તા કરે છે જ.”” હવે એ સાબીત કરવાનું રહે છે કે મૂળ સિદ્ધાંત સદાને માટે નાશ પામ્યા ન હતા. આવા લેખી પુરાવા એ મથુરાના શિલાલેખા છે. આગળ દિગ્દર્શન કર્યાં મુજબ, આ શિલાલેખામાં આવતા કુલ અને શાખાએ સિદ્ધાંતમાંના નામે સાથે મળતા આવે છે, કે જે ગ્રંથાને દિગંબરા પાછળના અને અનાવશ્યક જાહેર કરે છે, 1. For the famine in Magadha, etc., see Charpentier, op. cit., Int., pp. 13-15; Winternitz, op. and loc. cil. 2. Charpentier, op. cit, Int., p. 15. Cf. Winternitz, op. it, pp. 293-294; Jacobi, S. B. E., xxii., Int., pp. xxxvii-xxxviii. According to another tradition the Siddhanta was issued "at the hands. of a council in Mathura under Sri Skandilacarya." -Weber, I. A., xvii., p. 282. 3. “ Payo sarasiddhāntānā pāthanaan calapāthena'yā · sit.”—Jacobi Kalpa Silva, p. 137. Cf. Winternitz, op. cit., p. 294. For the work done and the exact method adopted by the redactors of this conncil see Charpentier, oh. ct, Int, pp. 16 ff. “To provide every teacher, or at least Upasraya with copies of the sacred books, Devardhiganin must have issued a large edition. of the Siddhānta."--Jacobi, S.B.E., xxii., Int, p. xxxviii. 4. Cf. Bühler, I.A., vii,, p. 29. “However, we are told by the Svetambaras, as well as the Digambaras, that besides the Angas there existed other and probably older works, called Purvas of which there were originally fourteen.'' - Jacobi, oh, ct, Int., p. xliv. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy