________________
૧૯૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ગુપ્તના રાજકુલની કઈ વ્યક્તિ હેવી જોઈએ. આ બધી હકીકતને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવા પહેલાં આ સમયનાં અન્ય સાધને તેને ટેકો આપે છે કે કેમ તે તપાસવું જોઈએ, પરંતુ આવી ઐતિહાસિક ઘટનાના સાધન તરીકે આવા સાધનોનો ઉપયોગ તે કાંઈવધારે પડતું નથી.
આટલે પહોંચ્યા પછી ગુપ્તવંશની કઈ વ્યક્તિ હરિગુપ્ત કે દેવગુપ્ત સાથે બંધ બેસતી છે કે કેમ તે જોઈએ. તે વંશની આજ સુધીની ને તપાસતાં તેમાં હરિગુપ્તનું તે નામનિશાન પણ નથી, પરંતુ ઈ. સ. ૧૮૯૪ માં અહિચ્છત્રમાંથી કનિંગહામે ત્રાંબાને સિક્ક મેળવ્યો હતો જેની એક બાજુ કળશ અને બીજી બાજુ “શ્રી મહારાજ હરિગુપ્ત”
એમ શબ્દો છે. લિપિના આકાર અને ઘાટપરથી અને તે પરના નામ પરથી સિકકાઓમાં રસ લેનારાઓને લાગે છે કે તે સિકકે ગુપ્તવંશના કેઈ રાજાએ કેતરાવેલ હોવો જોઈએ. તેમ છતાં ગુપ્તવંશના કેઈપણ રાજા સાથે હરિગુપ્તને સંબંધ શોધ શક્ય નથી. સિક્કાના પુરાવાથી તે વિક્રમ સંવતના છઠ્ઠા સૈકાના મધ્યને જણાય છે. આમ તારીખ અને સ્થળની દૃષ્ટિએ આ સિકકે જૈન હરિગુપ્તને બંધબેસતો છે કે જે પંજાબને એક જિલ્લામાંથી આવે છે અને તેરમાણના સમસમી હોવાથી વિક્રમના છઠ્ઠા સૈકાની મધ્યના ગણી શકાય તેમ છે. આમ તારીખ, સ્થળ, નામ અને વંશ એ બધાની સમાનતાની નજરે આ સિક્કાનો અને જૈન દંતકથાને હરિગુપ્ત એક જ વ્યક્તિ ગણીએ તે તે કઈ છેટું નથી.
દેવગુમના સંબંધમાં પણ તેવીજ મુશિબત છે, પરંતુ બાણનું હર્ષચરિત કે જે “એતિહાસિક રોમાંચ કથાને પ્રથમ પ્રયાસ ગણાય છે, તેમાં જણાવ્યું છે કે કેનેજ અને થાણેશ્વરના મહાન રાજાને સમસમયી માળવાની ગાદી પર એક રાજા બેઠો કે જે હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધનથી પરાજિત થયે હતે; કારણ કે માળવાને રાજા એ હર્ષવર્ધનના બનેવી એવા કાન્યકુબ્ધના રાજા ગૃહવને શત્રુ હતે.
1. CJ. Allan, Catalogue of Indian Coins, Gupla Dynasties, p. 152 and Plate XXIV, 16; Cunningham, Coins of Mediceval India, P. 19, Plate II, 6. It may be mentioned here that, as Jinavijaya has rightly remarked, Kalaša is one of the popular symbols of the Jainas. Cf. Jinavijaya, op. cil, p. 184.
2. C. Cunningham, op. cit., pp. 18-19. "The form of the letter 'H' is peculiar to the Guptas.”—Ibid., p. 19.
3. "Coin of Harigupta seems to belong to the fifth century, from its epigraphy. "-Allan, op. ct., p. cy.
4. Cowell and Thomas, Harsacarita, Int., p. viji.
5. Cf. Ibid., Int., pp. xi-xii. "... the illustrious Räjyavardhana, by whom, playing his whip in the battle, the Kings Devagupta and others who resembled wicked horses--were all subdued with averted faces."--Bühler, E.I., 1., p. 74 Cf. Barnett, op. cit., p. 52; Mookerji (Radhakumud), Harsha, pp. 16-19, 53.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org