SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૯૧ પવઈયા હશે? તેમ છતાં આ વિષય પરત્વે વિદ્વર્ગમાં મૌકય નથી. આપણા હેતુ માટે એટલું જ બસ છે કે જેના મતે તેરમાણની રાજધાની પવઈ હતી કે જેનું ઉત્તર હિંદમાં સ્થાન નક્કી કરવાનું ઉભું રહે છે. આપણો અગત્યને મુદ્દો એ છે કે એક આચાર્ય હરિગુણ મહાન તરમાણના ગુરુ હતા. કુવલયમાલાની આ નેધ ખરેખર લાક્ષણિક છે. અહીં સુધી તે ગુપ્તકાળના જૈનોની સ્થિતિ સમજવા આપણે જોઈ ગયા તે શિલાલેખ સિવાય અન્ય કોઈ સાધન નથી. તોરમાણ જેવા પરદેશી વિજેતાના જૈન આચાર્ય ગુરુ હતા એ જૈન ઇતિહાસિને માટે ઓછા મુદ્દાની હકીકત નથી. તે ગમે તેટલી નજીવી લાગે તો પણ તેથી આપણે એમ તો ધારી શકીએ કે શશુનાગ, નંદ અને મર્યકાળની માફક હિંદી ઇતિહાસના આ સુવર્ણયુગમાં પણ જૈન સાધુઓ રાજગુરુપદે હતા. મહાન આચાર્ય હરિગુપ્તને વિચાર કરતાં લાગે છે કે તે તે સમયના એક મહાન નર હોવા જોઈએ તે ગુપ્તવંશના હતા એ તો આપણે જોયું છે. તે ગુપ્ત નામના સામાન્ય કે રાજકુળમાં જન્મ્યા હતા તે અનુમાન કરવું કઠણ છે. એ કંઈપણ પુરા નથી કે જેને આધારે આપણે આવું કંઈ ખાતરીપૂર્વક કહી શકીએ. તેમ છતાં જિનવિજયજીનાર મતે જેના સાધુવર્ગની એક સામાન્ય પ્રથા એ છે કે મહાન કુલ કે વંશની કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પિતાની સાંપ્રદાયિક મહત્તા માટે તેની કાળજીપૂર્વક નોંધ રખાય છે. ઘણું ખરું સાધુઓ સંઘ સમક્ષ ઉપદેશ આપતાં પિતાના વર્ગના ઈતિહાસની આવી બાબતેને ઉલ્લેખ કરે છે અને શ્રોતાજનોને મહાવીરના ધર્મ તથા અનુયાયીઓની મહત્તાનું ભાન કરાવે છે. આમ આ પરથી આપણે અનુમાન કરીએ કે હરિગુપ્ત વંશ કે જેને વિષે તોરમાણ અને તેના ગુરુ પછી ત્રણ સૈકા બાદ થયેલ ઉદ્યતનસૂરિએ નેધ કરેલ છે તે એક બળવાન અને માનવંત કુળ દેવું જોઈએ, તે તેમાં કંઈ વધારા પડતું યા ઐતિહાસિક દ્રષ્ટિએ અછાજતું નથી. આ ઉપરાંત હરિગુપ્તને હૃણ સમ્રાટ સાથે સંબંધ પણ તે કલ્પનાને ટેકે આપે છે. ગુપ્તના રાજકુટુંબની વ્યક્તિ એક જૈન સાધુ હોય એ પ્રથમ નજરે જોતાં કાંઈક વિચિત્ર અને અવિશ્વસનીય જણાય છે, છતાં તેમ સમજવાનું કંઈ કારણ નથી. વિશેષમાં ઉદ્યતન સૂરિના એજ પ્રાસ્તાવિક કલેકે સૂચવે છે કે હરિગુપ્તને શિષ્ય મહાકવિ દેવગુપ્ત હતું. તે દેવગુપ્તને સૂરિએ આગળ પ્રસ્તાવનામાં રાજર્ષિ કહ્યો છે. આથી એ સ્પષ્ટ છે કે દેવગુપ્ત એ 1. According to Vincent Smith Po-fa to ( Parvata ) indicates the reign of Jamū (Jammoo), in the south of Kashmir state as at present constituted. cf. Watters, op. cit., p. 342. Cunningham identifies Po-la-fa-to with Shorkot, though he believes that the position directed by the traveller agrees with the site of Jhang, on the Chenab. Cunningham, Ancient Geography of India, pp. 233-234. In the opinion of Dr Fleet, Po-fa-to cannot be anything else but the ancient place of Harappā.--Fleet, J.R.A.S., 1907, p. 650. 2. Jinavijaya, op. cit., p. 183. 3. F THE gaat ja Tarot grafreit-Chaturavijaya, Kwalayanālā-Katha (Jaina Ātmananda Sablia), Int., p. 6. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy