________________
મથુરાના શિલાલેખો
૧૭૩
દક્ષિણુ સાથેના શ્વેતાંબરેના સંબંધ બાબતમાં કાલકની માફ્ક પાટિલની પણ ગણના થવી જોઇએ. હરિભદ્રસૂરિની સમ્યકત્વસપ્તતિ જણાવે છે કે તે મહાન આચાર્ય માન્યખેટ ગયા હતા અને ત્યાં અધે “ સદ્ગુણથી સંપન્ન'' એવા જૈન સંઘા હતા.૨ આમ પાદલિપ્ત અને કાલકની દંતકથાઓ ચાકકસ જણાવે છે કે ઈ. સ. પૂર્વેના પહેલા સૈકામાં દક્ષિણમાં વેતાંબર જૈને મેટા પ્રમાણમાં હતા. સમ્યકત્વસતિમાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહન પાદલિપ્તના “ બધી ખરાબ ધાર્મિક પદ્ધતિઓના” અંત લાવનાર તરીકે ઉલ્લેખ કરે છે. આમ સ્પષ્ટ થાય છે કે શાલિવાહન પણ પાદલિમના સંપ્રદાયના અર્થાત્ શ્વેતાંબર હાવા જોઇએ.
વિક્રમના સમયની આ બધી વિગતા તપાસતાં એમ કહી શકાય કે તે ઘણું ખરું એછી કે વત્તી શંકાસ્પદ એવી પટ્ટાવલીએના આધારે છે કે જે અર્વાચીન જૈન પેટાવિભાગેાએ જાળવેલી છે. તેને બીજો આધાર એવા સાહિત્ય ઉપર છે કે જે આપણે જે સમયને વિચાર કરીએ છીએ તેથી જુદા સમયનું છે. જોવાનું એ છે કે આ બધા સંજોગો ઉપરથી આપણે એવા નિશ્ચય ઉપર આવી શકીએ કે જૈન દંતકથાએ વિશ્વસ્ત નથી અને મધ્યકાલીન હિંદના કહેવાતા પ્રખ્યાત વીરામાંના વિક્રમ માત્ર દંતકથાઓના રાજા છે. આ ખામતમાં જુદાજુદા વિદ્વાનેાના મંતન્યાની ઠીક ચર્ચા એડગર્ટને પોતાનાવિક્રમના સાહસોનાપ ઉપોદ્ઘાતમાં કરી છે. આ વિદ્વાનની સાચી દલીલોની પુનરુક્તિ કર્યા વિના એટલું કહેવું ખસ છે કે પ્રાચીન હિંદની વિક્રમાદિત્ય સિવાય ખીજી ઘણી વ્યક્તિએ છે કે જેમને વિષે કાંઈ ખાત્રીથી કહી શકાય તેમ નથી જો કે તેમની ઐતિહાસિકતા તા શિલાલેખા તથા સિકકાઓ દ્વારા નિર્વિવાદ છે.
‘ આર્થર જેવા આ હિંદુરાજા’ રાજાઓને આદર્શરૂપ જૈન અને બ્રાહ્મણ સાહિત્યમાં મનાયેા છે તે તે વિષે શંકા રાખવા કાંઈ કારણ નથી. એડગર્ટનના શબ્દોમાં “ એમ લાગે છે કે જૈનાચાર્યાની યાદી-પટ્ટાવલીએ હિંદી ઇતિહાસનાં અન્ય સાધના જેટલી જ સાચી છે. (જે કહેવું... ખરેખર વધારા પડતું ન મનાવું જોઇએ). જૈન હેવાલાને અવગણી ઈ. સ. પૂર્વે ૫૭ માં વિક્રમ નામે કાઈ રાજા નથી થયા એમ કહેવા માટે કાંઈપણ ચાકસ પ્રમાણ હાય એ મારી ધ્યાનમાં નથી. શું આપણે તે સૈકાના ઇતિહાસ એટલા પૂરા જાણીએ છીએ કે માળવાના કોઈ રાજા કે જેણે જે નામોથી વિક્રમ જાણીતા છે તેમાનું એક ધારણ કર્યું હતું અને જેણે મર્યાહંદના માટે। ભાગ જીત્યેા હાય તે થયા નથી ( જો કે હિંદુ અતિશયાક્તિએ તેને શહેનશાહ તરીકે ગણાવે છે તે આપણે સ્વીકારવાની જરૂર નથી ) ? ’૬
1. Mānyaheta or Mānyakshetra is to be identified with Malkhed, in the Nizam's territory. Dey, Geographical Dictionary, p. 126. This Malkhed or Manyakheta, which Pädalipta visited, became famous in the succeeding centuries as the capital of the Rashtrakutas, who counted among them not a few patrons and followers of the Jaina religion.
2. Samyatva-Saptaki, vv. 96, 97. See M.A.R., 1923, pp. 10–11, “For the greater part of his life Padalipta resided at Manakhetapura. ''—Jhaveri, oh. cit, Int., p. x
3. Samyaktya-Saptadi, v. 158. CJ. M.A.R., 1923. p. 11; Jhaveri, ch. cit, Int., p. xi,
4. Charpentier, op. cit,, p. 167.
5. Edgerton, op. ct, Int., pp. lyiii ff.
6. Ibid., p. 1xiv.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/