SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શિલાલેખ અનુસાર આ રાજા સાતવાહન વંશને હતું, જ્યારે પુરાણ પ્રમાણે તે આંધ્ર (આંધ્રભુત્ય) વંશને હતે. મૌર્ય પ્રદેશના દક્ષિણની આ અજેય જાતિ હતી જેનું સ્થાન મદ્રાસ પ્રાંતના ગોદાવરી અને કૃષ્ણનદીને કાંડા પ્રદેશ હતો. સાતવાહનની મૂળભૂમિ તથા જાતિ વિષે મી. બબલે કહે છે કે “ખારવેલને લેખ તેમને કલિંગની પશ્ચિમના કહે છે; જૈનદંતકથા નિઝામ રાજ્યના પૈડાનને તેની રાજધાની દર્શાવે છે; કથાસરિત્સાગર તે વંશના સ્થાપકને પૈડાનમાં જન્મ્યાનું કહે છે...સાતવાહનને ઘણું શિલાલેખો નાસિકમાં મળે છે, તેમાં પ્રાચીનતમ શિલાલેખ પશ્ચિમ હિંદના નાનાઘાટમાં છે; તેના જાના સિક્કા પણ પશ્ચિમ હિંદમાં લભ્ય છે. આ સંજોગો સાબીત કરે છે કે સાતવાહનેની મૂળભૂમિ પશ્ચિમહિંદ હેય....તેની જાતિ વિષેની જૈનદંતકથા ગુંચવણ ભરેલી અને અશ્રદ્ધેય છે; એક દંતકથા તેની ઉત્પત્તિ ચાર વર્ષની કુમારિકાથી અને બીજી યક્ષથી વર્ણવે છે. ઐતિહાસિક લખાણે તેને સ્પષ્ટતાથી બ્રાહ્મણ પૂરવાર કરે છે.” ખારવેલના પશ્ચિમના આક્રમણનું પરિણામ એ હતું કે સાતકર્ણિ હાર્યું ન હતું, પરંતુ એણે કાશ્યપ ક્ષત્રિયેના ઉપયોગ માટે મુષિક રાજધાની લઈ સંતોષ મા. મુષિકે સાતકણિના પેટા સરદાર હતા અને તેમનો પ્રદેશ પૈડાન અને ગંદવાના વચ્ચેનો હોય તેમ જણાય છે. જેમ કેસલ એ ઓરિસાની ઉત્તર-પશ્ચિમે છે તેમ મુષિક પ્રદેશ તેની પશ્ચિમે હશે. પાંચમી લીટીમાં ખારવેલે ત્રીજા વર્ષમાં સંગીત, નૃત્ય આદિ કળાઓમાં પ્રવીણતા મેળવી તેથી વિશેષ કંઈ નથી.’ છઠ્ઠી લીટી અગત્યની છે, તેમાં નંદસંવતની નોંધ છે. સાતકર્ણિ અને મુષિક પરની ચઢાઈઓ પછી ખારવેલે પશ્ચિમ હિંદપર ચઢાઈ કરી. તેના ચેથા વર્ષમાં તેણે આંધ્રના ખંડિયા મરાઠા પ્રદેશના રાષ્ટ્રિકે અને વરાડના ( બિરારના) ભેજને નમાવ્યા.પ શિલાલેખ પ્રમાણે દખણના આંધ્ર રાજ્ય પર ખારવેલે બે આક્રમણ કર્યું તેના બીજા વર્ષમાં તેણે ઘોડા, હાથી, પાયદળ અને રથે પશ્ચિમમાં સાતકણિ સામે મેકલ્યાં અને ચેથા વર્ષમાં પ્રતિષ્ઠાનના આંધ્ર રાજાના ખંડિયા મરાઠા પ્રદેશના રાષ્ટ્રિકે અને વરાડના (બિરારના) ભેજને નમાવ્યા. આ ચાઈઓ નિઃસંશય દખ્ખણની સાર્વભૌમ સત્તા પર તરાપ જેવી ગણાય, પરંતુ સ્વરક્ષણની હદબહારની તે ગણી શકાય નહિ. છે. રેસનના 1. Pargiter, Dynasties of the Kali Age, pp. 36 ff. 2. J.B.B.R.A.S (New Series), i., pp. 49-52, 3. J.B..R.S, iv, p. 398, and xiii., p. 226, 4 C. ibid. 5. Ibid, iv., p. 399. 6. The modern Paithān, on the north bank of the Godavary in the Aurangabad district of Hyderabad, is famous in literature as the capital of King Sātakarņi (Satavahana cr Şalivāhana) and his son Śakti-kumāra. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy