________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૫૩
તેની ચેાથી લીટી ખારવેલનું રાજકીય જીવન શરુ કરે છે. તેના પ્રદેશની ૩૫ લાખની ઘીચ વસ્તીને રીઝવવાના પ્રયત્ન પ્રથમ આવે છે; આ સંખ્યામાં અતિશયક્તિ નથી. અશેકના તેરમા શિલાલેખ જણાવે છે કે તેના લશ્કર સામે લિંગે ૧,૫૦,૦૦૦ યુદ્ધના કેદી, ૧,૦૦,૦૦૦ ઘાયલ અને તે કરતાં ય વધારે મૃતદેહાના ભાગ આપ્યા હતા.૨ આમાં મૃત અને ઘાયલની સંખ્યા અઢીલાખ થાય છે; સ્કાર્નહાર્સ્ટની ગણત્રી પ્રમાણે વસ્તીના દરેક પંદરમે માણસ પરરાજ્યના આક્રમણ પ્રસંગે હથિયાર પકડે તો અશેાકના સમયમાં જ કલિંગની વસ્તી ૩૮ લાખ ગણાય. તે પછી એક સૈકા બાદ ખારવેલના સમયમાં મૌર્યોની જીત અને રાજ્ય પછી આ વસ્તી ૩૫ લાખ હાય તે સંભવિત છે. વિન્સન્ટ સ્મિથ આના સ્વીકાર કરતાં કહે છે કે “ મોર્યો અને તેના પહેલાના રાજાએ વસ્તીપત્રક રાખતા હતા તેથી આ સંખ્યામાં શકે રાખવાનું જરા પણ કારણ નથી. ’૪
સૂમ ચર્ચામાં ઉતરતા પહેલાં તે સમયના ઇતિહાસપર ઉડતી નજર ફેંકી જઇએ. ડૉ. ખારનેટના શબ્દોમાં “ અશોકના વિદેહ પછી મૌર્ય સામ્રાજ્ય તરતજ તૂટ્યું અને આસપાસના રાજાઓને પેાતાની હદ વધારવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તે પૂરતી તક હતી. આમાં સિમુક નામના રાજા હતા કે જેણે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાની છેલ્લી પચીસીમાં સાતવાહન યા સાતકર્ણ વંશ સ્થાપ્યા જેણે તેલુગુ પ્રદેશમાં પાંચ સૈકા સુધી રાજ્ય કર્યું. તેના યા તેના વારસ તેના નાના ભાઈ કૃષ્ણ (કણ્ડ)ના સમયમાં આંધ્રરાજ્ય પશ્ચિમમાં અક્ષાંશ ૭૪ સુધી અને કદાચ અરબીસમુદ્ર સુધી પહોંચ્યું હશે. સાતવાહન રાજાના હાથ નીચે શરૂતમાં આંધ્ર રાજ્યના વિસ્તાર વધ્યા હતા અને તેમાં વિદર્ભ (બિહાર) ના માટે ભાગ, મધ્યપ્રાંત અને હૈદ્રાબાદના સમાવેશ થતા હતા.” ૬
“ મર્યાંહુંદના પ્રદેશમાં સત્તા જમાવનાર આ સમયે માત્ર સુંગ અને આંધ્ર વંશે જ હતા એમ નહિ, પરંતુ હાથીણુંક્ાના શિલાલેખ ઈ. સ. પૂર્વે ૧૮૦ લગભગ કર્લિંગના રાજા ખારવેલને પણ એક વધારાના હરીફ તરીકે રજૂ કરે છે. ” ૭
તે સમયના રાજકારણમાં પેાતાના દેશને મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરાવવાની ખારવેલની મહેચ્છાએ તેના પાડાશી દખ્ખણની સાર્વભૌમ સત્તા સાથે તેને અથડામણમાં મૂક્યા. આંધ્રરાજા સાતણિ સામે તેણે બીજા વર્ષમાં જ પશ્ચિમમાં મહાન લશ્કર ઉતાર્યું. તે કુળના
1. Cf. J.B.O.R.S., iv., p. 398, and xiii., p. 226.
2. Búhler, E.I., ii., p. 471.
3. Cf. J.B.O.R.S., iii., p. 440.
4. Smith, J.R.A.S., 1918, p. 545,
5. This is indicated by the inscriptions at Nasik (No. 1144) and at Nanāghat, fifty miles north-west of Poona (No, 1114).
6. C.H.., પં., pp. 599, 600.
7. Ibid., p. 600.
8. The Andhra king alluded to can only be Śri-Satakarni, No. 3 of the Purānic list, who is commemorated by a defaced but happily inscribed relief image at Nanaghat, a pass leading from the Konkan to the ancient town of Junar in the Poona district, Bombay.--Bühler, A.S.W.I., v., p. 59.
૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org