________________
૧૪૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
તેથી નીચેનાં અનુમાન ગેરવ્યાજબી નહિ ગણાયઃ હાથીવાળા દેખાવ પાર્શ્વનાથના ભાવી પત્ની પ્રભાવતીને તેના સગાં તથા પાશ્ર્વરક્ષક સહિત રજૂ કરે છે; પછીનેા દેખાવ કલિંગના રાજાથી તેનું કરાતું હરણુ બતાવે છે; ચાથા દેખાવ જંગલમાં શિકાર કરતા પાર્શ્વનાથ દ્વારા તેની થતી રક્ષા રજા કરે છે; પછીના દેખાવ લગ્નોત્સવનાં જમણુ આદિ ઉપભાગ દર્શાવે છે; સાતમા દેખાવ લગ્નક્રિયા બતાવે છે અને નીચેની પાંખ પરના આડમે દેખાવ તીર્થંકર તરીકે પાર્શ્વનાથને વિહાર અને તેમને મળતાં વિવિધ માનનું સૂચક છે. આ ઉપરથી એમ અનુમાન દોરી શકાય કે આ દેખાવા પાર્શ્વનાથ કે તેમના કેાઈ વિનયી શિષ્યને લગતા હેાય, જો કે ‘પ્રાચીન અને મધ્યકાલીન એરિસાના અવરોધા’ના કર્તાને આ અનુમાન વધારે પડતું લાગે છે,૨ કેમકે અગાઉના પ્રમાણા અનુસાર આ ગુફા ૌદ્ધ ગુફા તરીકે ખ્યાતિ પામેલી છે.
આવીજ ગુંચવણ ગણેશગુંફાની ખાખતમાં છે, સિને નુરની માફ્ક આ ગુફાના કોતરકામ પર ફિલ્મ સિપાઈ એના દેખાવથી જ્વાગેઝેટિયરને લેખક અનુમાન દોરે છે કે આ દેખાવ મધ્યકાલીન દંતકથાનુસાર કલિંગના યવન રાજા દ્વારા થતા પ્રભાવતીના હરણ અને જેનેના ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા તેનો છુટકારા રજૂ કરે છે.જ જ્યારે આપણે કલ્ટ સિપાઇને પરદેશી તરીકે ઓળખીએ છીએ ત્યારે એ અનુમાન દૃઢ થાય છે કે દંતકથાનુસાર પાર્શ્વ યવનરાજ પાસેથી રાજકુંવરીને છેડાવી હોય. મી ગંગુલી આ ગુફાને ઊલટી બોહોની કહે છે. તેના મત પ્રમાણે કળાવિધાન વિના સંકોચે બૌદ્ધ સર્જન છે. એમ પણ સંભવ છે કે જૈન સાધુઓએ પોતાના પ્રખ્યાત તીર્થંકરના જીવનવૃત્તના દૃસ્યેા પોતાની ગુફાઓમાં કારી કાઢ્યાં હાય.
આના પછી શિલ્પની દૃષ્ટિએ જયવિજય, સ્વર્ગપુરી, વ્યાઘ્ર અને સર્પગુફાએ આવે છે. સ્વર્ગપુરી સિવાયની કોઇપણ ગુફા ઐતિહાસિક અગત્ય ધરાવતી નથી, પરંતુ વ્યાઘ્ર ગુફા પર એક બૌદ્ધ લેખ છે અને ડૉ ગ્યુસન તથા ડા॰ અર્ગેસના મત અનુસાર “ વ્યાઘ્ર અને સર્પગુફાએ આ ટેકરી પરની જૂનામાં જાની ગુફાએ છે.”૬ આ સાથે એટલું પણ ઉમેરવું જોઇએ કે સર્પગુંકા કે જે હાથીગુફાની પશ્ચિમે છે તેની પરસાલ એવી રીતે કાતરેલી છે કે પાર્શ્વના લાંછન એવા સર્પના મસ્તકની ત્રણ ફણા જેવું લાગે છે.
1. B.D.G.P., p. 256.
2. Ganguly, oh. €it., p. 39.
3. યવનો નામ યુન્તિ:—Hemacandra, op. and loc, cit.
4. B.D.G.P., op. and loc. it. “This scenic frieze appears to be the early story of that developed in the upper storey in the Rani Gumpha.”—Chakravarti(Mon Mohan), op. ci., p. 16.
5. Ganguly, op. cit., p. 43.
6. Fergusson and Burgess, Cave Temples of India, p. 68.
7. B.D.G.P, p. 260.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/