________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૪૩
વ્યક્તિ તરીકે ઓળખાવવાનાં પૂરતાં સાધના નથી. એટલું તો સ્પષ્ટ રીતે કહી શકાય કે ઈ. સ. ૨૦૦ થી-આંધ્રાના સમયથી ઈ. સ. ના સાતમા સૈકા સુધીના ઘણા ખરા ઓરિસાના ઇતિહાસ અંધારામાં છે.
જો કે માદલા પાજી અર્થાત્ જગન્નાથના મંદિરના તાડપત્રના હેવાલ અનુસાર એરિસા ઇ. સ. સાતમી થી બારમી શતાબ્દિ સુધી કેશર અર્થાત્ સિંહવંશના હાથ નીચે હતા; પરંતુ તે વંશની વિગતમાં ઉતરવું એ આપણા ક્ષેત્રબહાર છે. તેમ છતાં પણ ભુવનેશ્વર તેમજ અન્ય સ્થાનામાં અનેક ભન્ય ખંડેરા એ દોલતમંદ અને સુધરેલ મહાન રાજ્યની પ્રતીતિ કરાવે છે. આ ભન્ય મંદિશ તે સમયમાં હિંદુ ધર્મ ત્યાં કેવા પગદંડો જમાન્યા હતા તે દર્શાવે છે, જ્યારે તે સમયનાં બૌદ્ધ ધર્મનાં સ્મારકા નથી, જે દંતકથા અનુસાર થાડાક સૈકા પહેલાં દાખલ થયા હશે. તે સમયે જૈન ધર્મને પણ પ્રજાદયમાં કાં તેા સ્થાન હશે અથવા તે એક પ્રતિસ્પર્ધી ધર્મ હશે, આ વસ્તુ ખંગિરિ અને ઉદયગિરિ પરના શિલાલેખા અને જૈન દેવાની મૂર્તિઓ પરથી તારવી શકાય છે.
ઉદયિગિર પરની ગુફાએ પર આવતાં આપણને જણાય છે કે કળાવિધાન અને શિલ્પની દૃષ્ટિએ આ બધી એરિસાની ગુફાઓ અગત્યની છે; જેમાં રાનિ નુર યા રાનિર્ગુફા વિશેષ પ્રખ્યાત છે કારણ કે મનુષ્યની વિવિધ ક્રિયાએનાં દૃશ્યો તેનાં ભવ્ય કેવાળ માંહેનાં કોતરકામમાં સમાયેલાં છે. આમાં પણ કેવાળમાંના શિલ્પના ત્રણ નમૂના તથા નીચેની આરડી પરનું નકશીકામ ખાસ આકર્ષક છે. વાગેઝેટિયર મુજબ “ ઘણે અંશે ખંડિત એવા આ દેખાવા એકાદ ધાર્મિક પ્રસંગે શહેરમાં પસાર થતી કેઈ સાધુ પુરૂષની સવારી બતાવે છે, જેમાં લેાકેા પોતાનાં ઘરેમાંથી એમના દર્શનાર્થે જોઈ રહ્યા છે, ઘેાડાઓને દોરવામાં આવ્યા છે, હાથી પર સવારી કરવામાં આવી છે, રક્ષકો પહેરો ભરે છે અને પ્રજાજના પુરૂષો અને સ્ત્રીઓ જોડેલે હાથે સંતની પાછળ ચાલે છે અને સ્ત્રીએ ઉભી રહી અથવા એસી થાળમાં ફળ તથા આહારને અર્ધ્ય તરીકે ધરી આશિર્વાદ માંગે છે.”૨
ઉપરની પાંખને ૬૦ ફુટ લાંબે નમુના ખાસ આધક છે. હિંદી ગુફાઓમાં આની માફક બીજી કોઇએ શિલ્પશાસ્ત્રીઓમાં આટલી ચર્ચા ઉભી કરી નથી. આ દેખાવેને અનેક રીતે સમજાવવામાં આવે છે, જેની ટૂંક આવૃત્તિ ગણેશ ગુફામાં થયેલી છે. જીવા ગેઝેટિયરના લેખક માને છે કે આમાં પણ પાર્શ્વનાથ અન્ય તીર્થંકરો કરતાં વિશેષ માન્ય થયા છે. ભાવદેવસૂરિના પાર્શ્વનાથ ચરિત, કલ્પસૂત્ર અને સ્થવિરાવલિના સાધનો પરથી પાર્શ્વનાથનું ટૂંક જીવનવૃત્ત વિચારી લેખક અનુમાન તારવે છે કે મધ્યકાલીન જૈન દંતકથાઓ ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથને પૂર્વ હિંદની ( કલિંગસહિત ) સાથે જોડે છે,પ
1. Cf. B.D.G.P., p. 25.
2. Ibid., p. 254.
3. Ibid. Cf. Chakravarti (Mon Mohan), op. cit., pp. 9-10.
4. See also Hemacandra, Trishāshti-Salakā, Pava IX, pp. 197-201.
5. તત્રાજ્ઞાસાત ટ્ટિાવિટેશાનામેવાનાયકઃ .--Ibid., . 95, p. 199.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/