________________
બીમારીઓ ઘેરી વળે, એમાં આશ્ચર્ય શું છે?
સૂર્યનો પ્રકાશ ઘણાં જીવોના પ્રસારને રોકનારો છે. એથી દિવસે હજાર-પાવરનો ગ્લોબ ચાલુ હોય, તોય એની આસપાસ સૂક્ષ્મ જીવો બ્રમણ નથી કરી શકતા, જ્યારે રાત્રે સામાન્ય પાવરની લાઈટ ચાલુ હોય, તોય એની આસપાસ સૂક્ષ્મ જીવો ફરતા હોય છે. આ જીવોની હિંસાથી બચવા માટે “રાત્રિભોજન' ના ત્યાગનું જૈનશાસ્ત્રોએ ખૂબ ખૂબ મહત્વ આપ્યું છે. સૂર્યપ્રકાશ જીવોના પ્રસારનો અવરોધક છે, જયારે લાઈટનો ભડકો જીવોના પ્રસારનો આમંત્રક છે.
રાત્રિભોજનનો ત્યાગ આધ્યાત્મિક દૃષ્ટિએ તો લાભકારક છે જ પરંતુ આરોગ્ય દૃષ્ટિએ પણ એ ખૂબ લાભકારક છે. કેમ કે દિવસે વાયુમાં ઓક્સિજનની માત્રા વધુ હોય છે, જે ભોજનને પચાવવામાં સહાયક બને છે. ખાધા પછી સુવાના સમયે વચ્ચે લગભગ ત્રણચાર કલાકનો ગાળો આવશ્યક ગણાયો છે. આ વચગાળા દરમ્યાન ખાધેલો ખોરાક પચી જાય છે. જો સૂવાના સમય સુધી ભોજન પચ્યું ન હોય અને સૂવામાં આવે, તો એ ખોરાક આમાશયમાં જ પડ્યો રહે છે અને પેટના અનેક દર્દીને પેદા કરવામાં નિમિત્ત બને છે. સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરી લેવાથી રોગોત્પત્તિની આવી સંભાવના રહેતી નથી. આજે પેટની બીમારીઓનું પ્રમાણ ઘણું મોટું દેખાય છે, એમાં રાત્રિભોજનનો ય ફાળો નાનો સૂનો નથી.!
એક કુતર્ક એવો પણ છે કે જ્યારે ધૂલિયા દીવાનો જમાનો હતો અને ધૂમાડિયા ફાનસોના ઝાંખા પ્રકાશમાં જયારે જીવન પસાર થઈ રહ્યું હતું ત્યારે “રાત્રિભોજન” ની ભયંકરતા હજી સમજી શકાય એવી હતી, પણ આજે જયારે હજાર અને લાખ પાવરની વીજળીક બત્તીઓનો વિજ્ઞાન યુગ વિકાસ સાધી રહ્યો છે, ત્યારે નિશાચર જીવોને
૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org