________________
મહિમા વિજયજી મ.સા. ના માધ્યમથી વિશુદ્ધ સંયમી પૂ. લબ્ધિસૂરિશ્વરજી મ.સા.ની વાસક્ષેપ પૂજા સિનોરમાં કરી હતી જેના ઘણા સાક્ષી હતા.
મલ્લવાદી સૂરીશ્વરજી વિરચિત અતિકઠણ અને તર્કકર્કશ પદાર્થોથી ભરપૂર દ્વાદશાર નયચક્ર નામના વિશાળકાય ગ્રંથનું ૧૬-૧૬ વર્ષના પ્રચંડ પુરૂષાર્થ દ્વારા પૂજયશ્રીએ સંશોધન અને સંપાદન કર્યું હતું. ચાર-ચાર ભાગમાં વહેંચાયેલ એ દાર્શનિક ગ્રંથનું વિમોચન કરવા તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વિદ્વાન સર્વપલ્લી રાધાકૃષ્ણન્ દાદર, મુંબઈ પધાર્યા હતા.
૭૭ વર્ષની જૈફ વયે. ૪ ડીગ્રી તાવમાં પણ રાધાકૃષ્ણનજીની વિનંતિથી પૂજય લબ્ધિસૂરિશ્વરજી મ.સાહેબે સંસ્કૃત ભાષામાં વા (પોણો) કલાક અખ્ખલિત પ્રવચન આપ્યું ત્યારે ઉપરાષ્ટ્રપતિ મુગ્ધ બની ગયા હતા ને કહ્યું હતું “ઋષિયોં કી બાત બહુત સુની મગર આજ સ્વયં ઋષિ કો મૈંને સુના”.
અનેક દીક્ષા, પ્રતિષ્ઠાઓ, છ'રિપાલિત સંઘો, ઉપધાન આદિ દ્વારા તેઓશ્રીના પાવન હસ્તે સંઘના સેંકડો શાસન પ્રભાવક કાર્યો થયા હતા.
પાલીતાણામાં દિવ્યસંકેત દ્વારા ગોડી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સકલ સંઘે તેઓશ્રીના વરદ હસ્તે કરાવી હતી ત્યાર પછી પાલીતાણામાં સુખશાંતિ ફેલાઈ હતી. તેઓશ્રીના પ્રભાવક પવિત્રને વિશુદ્ધ સંયમી જીવનની કેટલીક તેજસ્વી તવારીખો.. પૂ. લબ્ધિસૂરિશ્વરજી મ.સા. ની નિશ્રામાં ફલોધિથી જેસલમેર અને ખંભાતથી પાલિતાણાનો છ'રિપાલિત સંઘ શાસન પ્રભાવનાવાળો બન્યો હતો.
|
િરિ હરિ વી કે ફિ વીર વીક ઉકિ ર ર ર ર ર ર ર ર ર ક રી
૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org