________________
જિક ક ર ર ર ક ક ક ક ર ર ર ર ર
ર ર કિ]
કરવું જોઈએ. રાજસી અને તામસી પ્રકૃતિ દૂર કરીને સાત્વિક પ્રકૃતિનું નિર્માણ કરવા માટે આહાર વિવેકનું સંકલ્પ પૂર્વક પાલન કરવાથી તંદુરસ્તી ઉત્તમ પ્રકારની બને છે. આહાર વિવેક એટલે વાત-પિત્ત અને કફનું નિયમન.
પૂ.શ્રીએ પોતાના પુસ્તકમાં ઉપરોક્ત વિષયોની વિસ્તારથી માહિતી આપીને સચોટ માર્ગદર્શન આપ્યું છે. તેનો જીવનમાં અમલ કરવાથી પુરૂષાર્થની સાધના સરળ બને છે અને આત્મા મહાભયંકર પાપ અને ભવભ્રમણના ત્રાસ અને તાપને લઘુત્તમ સ્થિતિમાં લાવી શકે છે.
૭. આહાર વિવેક ૫.પૂ. પં. પ્રવરશ્રી જયદર્શનવિજયજીએ આહાર વિવેક પુસ્તકનું પ્રકાશન કર્યું છે. પૂ.શ્રીએ આહાર વિવેક વિશે વિવિધ વિષયોની માહિતી આપી છે. તેમાં રાત્રિભોજન ત્યાગનો પણ સમાવેશ થયો છે. જૈન સમાજમાં રાત્રિભોજન ઘણાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. રાત્રિભોજન શ્રાવકના જીવનનું એક અંગ બની ગયું છે. વ્યવહાર જીવનમાં જેનાં મૂળિયા ખૂબ ઊંડાં છે એવું રાત્રિભોજન ઓછાવત્તા અંશે ધાર્મિક પ્રસંગોએ પણ આચરણ થતું જોવા મળે છે. ધાર્મિક પ્રસંગોએ સાધર્મિક ભક્તિ કરનાર અને જમનારા સાધર્મિકો ભેગા થઈને રાત્રિભોજનના મહાપાપનો બંધ કરે છે. આ પ્રસંગે વિવેક રાખીને રાત્રિભોજન ન થાય તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. આ તો ધર્મના નામે અધર્મ અને ભગવાનની આજ્ઞાનો ત્યાગ છે. જૈન દર્શનમાં જ્ઞાની મહાત્માઓએ રાત્રિભોજન એ દુર્ગતિમાં લઈ જનારું છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. જૈન દર્શનમાં રાત્રિભોજન ત્યાગ અંગે સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આયુર્વેદ અને ડૉક્ટરો પણ
૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org