________________
વિક છ
ક વીર હરિ હરિ હરિ હરિ હક્કિ દર ફિ ઈષ્ટિ ધર રિ હરિ હરિ વીક |
વિવિધ પૂજા રચનાઓ આદિ અનેક ગ્રંથો એમણે એમના પ્રભાવક જીવનમાં રચ્યા છે.
વિનયી, શુદ્ધ સંયમી, સિદ્ધાંતમાં મેરુ જેવા અડગ, વિદ્યાવારિધિ, સગુણ સાગર, વિશાલહૃદયી, પ્રભાવમાં સૂર્ય સમાન અને સ્વભાવમાં ચંદ્ર જેવા શીતલ અને વિભાવથી વિરત થયેલા, યોગી અને શ્રેષ્ઠ પ્રવચન પ્રભાવક, આદેય વચની, મહાપુણ્યવંત, શ્રેષ્ઠ શિષ્યોથી પરિવરેલા પરમકૃપાપાત્ર શિષ્યને બધી જ યોગ્યતાઓ એક સાથે દેખાતા બ્રહ્મનિષ્ઠ તેજોમૂર્તિ પૂજ્યપાદ્ કમલસૂરીશ્વરજી મ.સા. પોતાના સમગ્ર ગચ્છના અધિપતિ આચાર્ય તરીકે સ્થાપવાનો એક દિવસ સંકલ્પ કર્યો.
છાણી મુકામે ભગવતી સૂત્રોના યોગો દ્વહન કરતાં પૂજ્ય લબ્દિવિજયજી મ.સા.ને મારી પાટ ઉપર આચાર્ય તરીકે મારે સ્થાપવા તેમ સમગ્ર સમુદાયમાં પૂજ્યશ્રીએ ઉદ્ઘોષિત કર્યું. પૂ. લબ્ધિવિજયજી મ.સા.ની આંતરિક વિનંતીથી પૂજ્યપાદ પંન્યાસપ્રવર દાનવિજયજી મ.સા.ને પણ આચાર્ય પદવી આપવાની નિશ્ચિત કરાઈ.
વિ. સં. ૧૯૮૧ના સુવર્ણ વર્ષમાં માગ.સુ. પના મંગલ મુહૂર્ત, શાંતિનાથ ને કુંથુનાથ એવા બે ચક્રવર્તી તીર્થકરોના જિનાલયથી શોભતા દીક્ષાની ખાણી સમાન છાણીનગરમાં.. ભવ્યાતિભવ્ય જિનભક્તિ મહોત્સવપૂર્વક હકડેઠઠ સભાની વચ્ચે. સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાદ ગુરૂદેવ કમલસૂરીશ્વરજી મહારાજાના પાવન હસ્તે.. સૂરિમંત્રના દાનપૂર્વક.. પૂ. પં. દાનવિ. મ.સા.ને પૂ. લબ્દિવિજયજી મ.સા. ની ભવ્યાતિભવ્ય આચાર્ય પદવી થઈ. તેઓશ્રી પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા અને પૂ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના નામે
N)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org