________________
મૃગસુંદરીએ ચુલ્હા પર ચંદરવો બાંધ્યો ત્યારે સસરા વિગેરેએ વિચાર્યું કે આ કંઈક કામણ-વશીકરણ હશે એમ જાણીને પુત્રને કહેતાં તેણે ચંદરવો બાળી દીધો. ત્યારે બીજો બાંધ્યો તો બીજો પણ બાળી નાંખ્યો, એ રીતે સાત ચંદરવા લાગ્યા. ત્યારબાદ સસરાએ વહુને કહ્યું કે – તમો આ કપડું કેમ બાંધો છો? ત્યારે તેણે કહ્યું કે જીવદયા માટે. ત્યારે સસરાએ ક્રોધથી કહ્યું કે એવી જીવદયા પાળવી હોય તો બાપને ઘેર જાઓ (પિયર સિધાવો) ત્યારે મૃગસુંદરીએ કહ્યું કે તમો સર્વ કુટુંબ સહિત મૂકવા આવો તો જાંઉં. ત્યારે સસરો વિગેરે સર્વ વહુને પિયર મૂકવા ચાલ્યા. માર્ગમાં કોઈ ગામમાં સાસરીયાના સગાંએ રાત્રે રસોઈ કરી. વહુને ઘણું કહ્યા છતાં પણ મૃગસુંદરી ન જમી ત્યારે સર્વે ભૂખ્યા રહ્યા. (તે પણ વહુને બળાત્કારે જમાડવા ભૂખ્યા રહ્યા). અંતે તે ઘરનું કુટુંબ જમ્મુ તે સર્વ મરણ પામ્યું. પ્રાત:કાળે તપાસ કરતાં માલૂમ પડ્યું કે ચુલ્હા ઉપરની ખુલ્લી છતમાં ફરતો કોઈ સર્પ ધુમાડાથી વ્યાકુળ થઈને રસોઈમાં પડ્યો છે. આ બનાવ જોઈને સાસરીયાએ વહુને ખમાવી. વહુએ કહ્યું એ કારણથી જ ચુલ્હા ઉપર હું ચંદરવો બાંધતી હતી ને રાત્રે જમતી નથી. એથી સર્વ સાસરિયાં પ્રતિબોધ પામ્યા. વહુને કુળદેવી સરખી સન્માની અને માર્ગમાંથી સર્વ પાછા વળી ઘેર આવ્યા. વહુના ઉપદેશથી સર્વ કુટુંબ શ્રાવકધર્મી બન્યું. મૃગસુંદરીને ધનેશ્વર ધર્મારાધન કરી સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી ધનેશ્વરનો જીવ તું દેવરાજ થયો અને મૃગસુંદરીનો જીવ લક્ષ્મીવતી થયો. સાત ચંદરવા બાળવાથી બાંધેલું કર્મ તો તે પશ્ચાત્તાપ વિગેરેથી ઘણું તો ક્ષય કર્યું પરંતુ અંશ માત્ર રહ્યું. તેના ઉદયથી તને સાત વર્ષ સુધી કુષ્ટરોગ રહ્યો આ પ્રમાણે પૂર્વભવ સાંભળી બંનેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પુત્રને રાજય પર સ્થાપી બંને જણ દીક્ષા લઈ, સ્વર્ગે જઈ અનુક્રમે
-
.
૧૫૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org