________________
હતા.
દૃષ્ટાંત તર્ક ને તત્ત્વના ત્રિવેણી સંગમથી તીર્થ બનેલી તેમને અસ્ખલિત પ્રવચન વાણીથી તેઓ જનતાના લાડીલા પ્રવચનકાર બન્યા.
તેઓ બહુશ્રુત તો હતા પણ બહુભાષાઓના પણ જાણકાર, સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ઉર્દુ, ફારસી, ગુજરાતી વગેરે અનેક ભાષા ઉપર તેમનું પ્રૌઢ પ્રભુત્વ હતું.
એકવખત ૪-૫ કિ.મી. દૂરથી આવેલ સંઘે પૂ.શ્રી કમલસૂરીશ્વરજી મ.સા.ને વ્યાખ્યાન માટે કોઈ સાધુ મોકલવા વિનંતી કરી. ગુર્વાજ્ઞાથી લબ્ધિવિજયજી ત્યાં પધાર્યા. પ્રવચન ફરમાવી મધ્યાહ્ને પાછા ફર્યા. ગુરૂચરણે હાથ મુકતાં તેમનો ધગધગતો દેહ જોઈ કમલસૂરીશ્વરજી મ.સા. ચિંતિતસ્વરે બોલી ઉઠ્યા ‘ઇતના બુખાર હૈ તુઝે? કબ સે?' ને વિનયી શિષ્યએ કહ્યું, ‘સુબહ સે’. ‘તો તું બોલા તક નહીં' ને લબ્ધિવિજયજી મ.સા. માથુ નમાવી કહ્યું, ‘ગુરૂજી, આપકી આજ્ઞા અનુલ્લંઘનીય હૈ..' એમની અપાર વિનયી ભાવના જોઈને ગુરૂના હૈયાથી આશિષની હેલી વરસી ઊઠી.
પૂ. આ. ભ. કમલસૂરીશ્વરજી મહારાજાની સાથે મક્ષિજીથી સમ્મેતશિખરની અને અજિમગંજથી ચંપાપુરીની છ'રી પાલિત યાત્રા કરી હતી. સતત સ્વાધ્યાય, કાવ્યરચનાઓ, વિદ્વદગોષ્ઠીઓ, સમુદાય સેવા, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, અષ્ટકો અને નૂતન શ્લોકની રચનાઓ દ્વારા ગુરુ સંગે માલવ, બંગ વગેરે દેશોમાં વિહાર કરતાં પ્રભુની કલ્યાણક ભૂમિની સ્પર્શનાઓ દ્વારાને પ્રભુભક્તિ દ્વારા એમણે કાલનિર્ગમન કર્યો.
Jain Educationa International
]
For Personal and Private Use Only
www.jainelibrary.org