________________
ધર્મરૂચિ લાલચંદ નિત્ય જિનપૂજા સાધુ સેવા સત્સંગમાં પણ રક્ત રહેતા.
એકવાર ઉદ્યોતવિજયજી મ.સા. માણસામાં ચાતુર્માસ કર્યુ. એમના વૈરાગ્યવર્ધક પ્રવચનોથી લાલચંદની વૈરાગ્યની વૃદ્ધિ થઈ. ત્રણ વખત દીક્ષા લેવા માટે ઘરેથી ભાગીને ગયા પરંતુ કુટુંબીજનના પ્રબળ મોહથી ત્રણ ત્રણવાર દીક્ષા લેવા માટેના પ્રયત્ન નિષ્ફળ ગયા પરંતુ લાલચંદની પુણ્યાઈ જોર કરતી હતી ને પ્રૌઢ પ્રતાપી નિઃસ્પૃહ ચૂડામણિ કમલસૂરીશ્વરજી મહારાજાએ માણસામાં ચાતુર્માસ કર્યું.
પૂજ્યશ્રીની અપૂર્વ દેશનાથી લાલચંદની વૈરાગ્ય જ્યોત હવે વાળા બની ગઈ હતી. સંસારના ભોગ ભયાનક લાગ્યા, સ્નેહીઓના સ્નેહ બેડી જેવા લાગ્યા ને સંસાર સર્પ જેવો ભયંકર ભાસ્યો ને એકવાર એકાંતમાં મનખોલી પૂજ્યપાદ ગુરૂદેવશ્રી કમલસૂરીશ્વરજી મ.સા. પાસે પોતાના સગા-સ્નેહીની મોહ દશા.. દીક્ષાના અંતરાયની કથા કહેતા પોતાની હૈયાની વ્યથા એમણે રજૂ કરી.
વિનય, વિવેક, વૈરાગ્યવાસિત ભવભીરૂને.. શાસનનો સમ્રાટ થઈ શકે તેવા શક્તિપુંજ સમા લક્ષણવંત નવયુવાન લાલચંદની વ્યથાને અવસ્થા સમજી.. શાસનધોરી પૂજ્ય કમલસૂરિજી મ.સાહેબે ગુપ્તમંત્રણા કરી એમને આશ્વસ્ત કર્યા. ચાતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી પૂજ્ય કલમસૂરીશ્વરજી મ.સા. બોરુગામમાં પધાર્યા.
મહિનાઓથી છેલબટાઉ યુવાનો સાથે આનંદ પ્રમોદમાં મસ્ત લાલચંદ હવે વૈરાગ્યથી ઉન્મુખ થયો છે એમ જાણીને નિશ્ચિત બનેલા દલસીફોઈના સમગ્ર પરિવારને રાતના ઊંઘતા રાખી બહારથી તાળુ મારી ઊંટ ઉપર બેસી દીક્ષાના તીવ્ર અભિલાષી લાલચંદ વિ.
Jain Educationa International
H
For Personal and Private Use Only
www.jainelibrary.org