________________
ભગવાન મહાવીર સ્વામીએ બાવીસ પરિસહ કહ્યા છે. જે સાંભળીને, એના સ્વરૂપને જાણીને એને છતે. પરિસહ આવે તે ભિક્ષુ વિચલિત ન થાય. જખ્ખસ્વામી પૂછે છે કે, એ બાવીસ પરિસહ કયા કયા છે? ઉત્તર–૧ સુધા પરિષહ, ૨ તરસન, ૩ શીત, ૪ ઉષ્ણ, ૫ ડાંસમચ્છર આદિને, ૬ જૂન વસ્ત્ર કે વસ્ત્રના અભાવને, ૭ અરતિ ૮ સ્ત્રી, ૯ વિહાર, ૧૦ એકાન્તમાં બેસવાને ૧૧ શયા, ૧૨ કઠોર, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રેગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મેલ, ર૯ સત્કાર-પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન પરિષહ, ૨૨ દર્શન પરિષહ.
પરીસહાણું પવિત્તી, કાસણ પવેઈયા; તે બે ઉદાહરિસ્સામિ, આણુપુવિ સુણેહ મે. (૧)
હે જબૂ! કાશ્યપ ગોત્રીય ભગવાને પરિસોના જે વિભાગ બતાવ્યા છે એને હું ક્રમવાર કહું છું. તે તું સાંભળ. ૧ દિગિંછા પરિગએ દેહે, તવસ્સી ભિખૂ થામવં;. ન છિન્દ ન છિન્દાવએ, ન પએ ન પયાવએ. (૨)
ભૂખથી પીડિત થએલ તપસ્વી સંયમી સાધુએ પિતે ફલાદિને ન તોડે. બીજાની પાસે ન તેડાવે, પોતે ન રાંધે, બીજાની પાસે ન રંધાવે. ૨ કાલીપળંગસંકાસે, કિસે ધમણિસંતએ; માયને અસણપાણલ્સ, અદિણમાણસો ચરે. (૩)
ભૂખથી સૂકાઈને કાગડાના પગ જેવું દુર્બલ શરીર થઈ જાય, ન દેખાવા લાગે, શરીર અત્યંત કૃશ થઈ જાય તો પણ આહારપાણીની મર્યાદાને જાણનાર સાધુ, દીનપણું ન લાવે અને દ્રઢતાથી સંયમ માર્ગમાં વિચરે. ૩ તએ પહો પિવાસાએ, દેગુંછી લજજ સંજએ, સીદગં ન સેવિજાવિયડસેસણું થશે. (૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org