________________
૧૪૮
શ્રીમદ્ રાજચંદ્ર નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તે બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તે તે વિચારે પશ્ચાતાપે, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તે ગયે છૂટકે.
ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યા, તે ભગવ્યે છૂટકે. ઉદય આવ્યે ભેગવવું જ જોઈએ; સમતા રાખે તેને સમતાનું ફળ સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભેગવવાં પડે છે.
જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય.
સ્ત્રી હોય કે પુરુષ હોય પણું દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તે મડદું છે ને ઈદ્રિય ગેખલા જેવી છે.
મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ? એવા વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યફજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં? આપણે તે એનું કામ છે, એના આશ્રયે તરવાને ઉપાય કરે એ જ શ્રેયસ્કર છે. કલપના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org