________________
થઈ. ધર્મની ક્લા
કહેવાય છે કે પેલો એ જ વૃદ્ધ બ્રાહ્મણ વૈદ્યનું રૂપ લઈને મુનિની સામે આવ્યો અને એણે મુનિને નિવેદન કર્યું, મુનિવર હું કુશળ વૈદ્ય છું. દૂરથી જ આપને જોઈને હું જાણી ગયો છું કે આપ રોગગ્રસ્ત છો. આપને કુષ્ઠ જેવો ભયંકર રોગ થયો છે. આપ આજ્ઞા કરો તો હું આપની દવા કરીને આપની કાયાને કંચન જેવી બનાવી દઈશ.
મુનિ સનતકુમાર બોલ્યા, - વૈદ્યરાજ, મને દવાની જરૂર નથી. વૈદ્ય ફરી દવાનો આગ્રહ કર્યો.
મુનિએ એના આગ્રહનો અસ્વીકાર કર્યો અને કહ્યું, વૈદ્યરાજ આપ શું ચિકિત્સા કરવાના હતા ?
મુનિએ પોતાના મુખમાં આંગળી નાખી અને જ્યાં કુષ્ઠ કરી રહ્યો હતો એના ઉપર થુંકનાં થોડાંક ટીપાં નાખ્યાં, જોતજોતામાં ત્યાંનું રૂપ કંચન જેવું થઈ ગયું. મુનિ કષ્ટ સહન કરતા જતા હતા. એમનાં અશુભ કર્મો પાક્યાં પણ એ દુઃખી ન થયા. આ છે ધર્મની કલા. સમસ્યાનું કારણ
અશુભ કર્મોનો વિપાક થતાં અને દુઃખ આવી પડતાં દુઃખી ન થવું અને સમતાપૂર્વક કર્મફળ ભોગવવું એ ધર્મની કલા જાણ્યા વિના સંભવિત બનતું નથી. આજનો મનુષ્ય એ કલાથી પરિચિત નથી તેથી જ સમસ્યાઓ વધારે ભયાનક બની જાય છે. થોડુંક માથું દુખે તો માણસ માત્ર ઘરનાંઓની જ નહિ પણ પાડોશીઓની ઊંઘ પણ ઉડાડી દે છે.
રેલ ગાડીને લીધે એક માણસનો અંગૂઠો કપાઈ ગયો. એ બૂમો પાડવા લાગ્યો, રોયો. પાસે બેઠેલા એક અધિકારીએ કહ્યું, કેટલો અધીરિયો અને નબળો છે તું ? કાલે એક માણસનું માથું ફૂટી ગયું, પણ એણે ઉહકારો પણ ન કર્યો. અને તે હેજ અંગૂઠો કપાયો તેમાં તો બૂમાબૂમ કરીને બધાને હેરાન કરી રહ્યો છે? માણસની મનોદશા.
કેટલાક માણસો એવા હોય છે જેમને કર્મફળ ભોગવતાં આવડતું નથી. જે માણસ અશુભ કર્મ-વિપાકને ભોગવવાની કળા જાણી લે છે, તે ધર્મની કલાને જાણી લે છે. જે માણસ એ સમજી લે કે કર્મનું ફળ કેમ ભોગવવું તેની મહત્તા અને ઉદારતા-બન્નેય અદ્ભુત થઈ જાય છે. પ્રશ્ન
સમયસાર ૦ 97
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org