________________
ભોગવતાં પણ માણસ દુઃખી ન થાય. ચક્રવર્તીનું સૌન્દર્ય
ચક્રવર્તી સનતકુમારની વાત જાણીતી છે. એ ઘણી નાટકીય રીતે મુનિ થયા. એમને એમની સુંદરતાનું. મોટું અભિમાન હતું. એ ગર્વપૂર્વક કહેતા કે આ દુનિયામાં મારા કરતાં વધારે સુંદર બીજો કોઈ નથી. સુંદરતાનો પણ અહંકાર હોય છે. ખરેખર તો શરીરની અંદર મળ જ મળ ભર્યો પડ્યો છે. આ જાણવા છતાં પણ માણસ સુંદરતાના અહંકારમાં ડૂબેલો રહે છે. ચક્રવર્તી સનતકુમારની સુંદરતાની કીર્તિ સમસ્ત જગતમાં ફેલાઈ ગઈ. કહેવાય છે કે એક દેવ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ચક્રવર્તીની સુંદરતા જોવા આવ્યો. એણે ચોકીદારને કહ્યું- હું ચક્રવર્તીનું દર્શન કરવા ઇચ્છું છું.
ચોકીદારે કહ્યું- અત્યારે એમનો ખાનગી સમય છે તેથી ચક્રવર્તીનાં દર્શન નહિ થઈ શકે. કાલે રાજસભામાં એમનાં દર્શન થશે.
બ્રાહ્મણે કહ્યું- મારી ઇચ્છા પૂરી કરવામાં તમે મને મદદ કરો. મારી વાત ચક્રવર્તી સુધી પહોંચાડી દો કે આપનાં દર્શનની અભિલાષાથી એક બ્રાહ્મણ એની યુવાવસ્થામાં દૂર દેશથી નીકળ્યો હતો અને ચાલતાં ચાલતાં હવે તે વૃદ્ધ થઈ ગયો છે. કોને ખબર એ જીવશે કે નહિ ! અહંકારની ભાષા
ચોકીદારનું મન પીગળી ગયું. એણે બ્રાહ્મણની વિનંતી ચક્રવર્તીને પહોંચાડી દીધી. ચક્રવર્તીના મનમાં પણ ઘણી દયા આવી. તરત જ એમણે બ્રાહ્મણને બોલાવી મંગાવ્યો. બ્રાહ્મણે ચક્રવર્તીના ઓરડામાં પ્રવેશ કર્યો. ચક્રવર્તીનું સૌન્દર્ય જોતાંવેંત એ સ્તબ્ધ થઈ ગયો. એ એકી નજરે ચક્રવર્તીને જોઈ રહ્યો. ચક્રવર્તીનો સૂતેલો અહંકાર જાગી ગયો. સનત્કુમારે બ્રાહ્મણને કહ્યું- અરે તમે અત્યારે તો મારું સૌન્દર્ય શું જુઓ છો. કાલે જ્યારે સ્નાન કરી રાજાને યોગ્ય વસ્ત્રો પહેરી, અલંકારો ધારણ કરી રાજ્યસભામાં રત્નજડિત સિંહાસન પર બેસું ત્યારે મારું સૌન્દર્ય જોજો. તમે તૃપ્ત થઈ જશો.
ચક્રવર્તીના કહેવાથી બ્રાહ્મણના રહેવા જમવાની વ્યવસ્થા થઈ ગઈ. બીજે દિવસે ચક્રવર્તીએ વધારે તૈયારી કરી. સાજ સજાવટ પર વિશેષ ધ્યાન આપ્યું. અનેકવાર એ દર્પણમાં પોતાનું સૌન્દર્ય જોતા રહ્યા અને તપાસતા રહ્યા, ગર્વથી ઉન્મત્ત બનતા રહ્યા. માણસ જ્યારે જ્યારે દર્પણની સામે જાય છે ત્યારે ત્યારે તે અડધો ગાંડા જેવો બની જાય છે.
Jain Educationa International
સમયસાર
95
For Personal and Private Use Only
www.jainelibrary.org