________________
આરોપણ ન કરવું. જે સ્થાને જે કંઈ હોય તેને સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરવો. ખરું સત્ય છે- દરેક માણસ પોતાનાં શુભ-અશુભ કર્મોનાં પરિણામથી- પોતાના સંકલ્પથી નરકમાં જાય છે, પશુ બને છે, મનુષ્ય બને છે, દેવ બને છે. માણસે પોતાના સંકલ્પને શુદ્ધ રાખવો જોઈએ. પોતાના ભાવો, પોતાની વિચારધારાને પવિત્ર બનાવી રાખવી, પણ એ તો વ્યવહારની | વાતોમાં ફસાઈ ગયો અને તેણે બીજાઓ પર દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું. આવી સ્થિતિમાં નિશ્ચયનયનો વિકાસ ન થઈ શકે.
નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે- જે પિતા પોતાના પુત્રને યોગ્ય બનાવી લે છે તે ઘણો સારો પિતા છે. અને જે પિતા પોતાના પુત્ર માટે પુષ્કળ સંપત્તિ મૂકી જાય છે, પણ પુત્રને યોગ્ય બનાવતો નથી તે પોતાના પુત્રનો સૌથી મોટો શત્રુ છે. વિચારનું મિલનબિંદુ
નીતિશાસ્ત્રનો એક પ્રસિદ્ધ શ્લોક છે- માતા શત્રુ. પિતા વેરી, ચેન વાતો પતિઃ | નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે- એ માતા શત્રુ છે, પિતા દુશ્મન છે જેમણે પોતાના પુત્રને ભણાવ્યો ન હોય, યોગ્ય બનાવ્યો ન હોય, તૈયાર ન કર્યો હોય. આ ઘણી સાચી વાત છે. જેઓ પુત્રને તૈયાર કરતાં નથી, અને માત્ર ધન જ આપી દે છે તેઓ વસ્તુતઃ એ (પુત્ર)ની સાથે દુશ્મનપણાના ભાવથી વર્તે છે.
વિદેશોમાં છોકરાની તૈયારી પર બહુ જ ધ્યાન અપાય છે. પોતાની સંપત્તિ પોતાના છોકરાને આપતા નથી. એવો રિવાજ છે કે નોકરના નામ | વસિયતનામું કરી દે છે. પ્રાઈવરના નામે વીલ લખી દે છે. પોતાના પુત્રના નામે વીલ કરવાની પ્રથા કદાચ ઘણી ઓછી હશે. પુત્ર પણ એવી અપેક્ષા રાખતા નથી કે પિતાની સંપત્તિ એમને મળે. હિન્દુસ્તાનમાં ઘણા બધા પુત્રો નકામા થઈ જાય છે. એમના મનમાં હોય છે કે ધન તો મળી જ જવાનું છે. આવો વિચાર અને દષ્ટિ આરોપણની પ્રક્રિયામાંથી નીકળે છે. મહત્વની વાત
વ્યવહારનય અને નિશ્ચયનય સત્યને શોધવાની બે દષ્ટિઓ છે અને બને સાચી છે. પણ વ્યવહારના સત્યને આપણે અંતિમ સત્ય ન માની લેવું જોઈએ. આપણે વ્યવહાર ઉપરથી નિશ્ચયનયના સત્ય સુધી જવાનું છે. એ એક મહત્ત્વની વાત છે. આ વાત પર આચાર્ય કુન્દકુન્દ જે ભાર મૂક્યો છે એને હું બહુ મહત્ત્વનો માનું છું. જો નિશ્ચયનય પર આટલો ભાર ન દેવાતો
સમયસર ૦ 88
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org