________________
સોક્રેટીસે કહ્યું, હું સત્યનો ત્યાગ કરીને જીવવા ઇચ્છતો નથી. મૃત્યુનો | સ્વીકાર કરવાનું હું પસંદ કરીશ. સત્યને છોડીશ નહિ. આ છે નિશ્ચયની વાત, ભેદ-વિજ્ઞાનની વાત. પરંતુ એની સાથે વ્યવહાર પણ છે. સોક્રેટીસના શિષ્યોએ એને (કારાવાસમાંથી) નસાડી મૂકવાની બધી વ્યવસ્થા કરી લીધી. પછી શિષ્યો સોક્રેટીસ પાસે જઈ કહે, 'અમે બધી ગોઠવણ કરી લીધી છે. અમે આપને જેલમાંથી નસાડી લઈ જવા ઇચ્છીએ છીએ.
એમણે કહ્યું, 'હું મરવું પસંદ કરીશ પણ નાગરિક ફરજથી વિમુખ | થવાનું પસંદ નહિ કરું.”
આ કહેવાય વ્યવહાર.
ન તો સત્યને છોડવું અને ન તો વ્યવહારને છોડવો-આ પ્રકારની વિચારસરણી સમ્યગુ દષ્ટિ છે. સમ્યગુ દષ્ટિનો વિકાસ એટલે અધ્યાત્મનો વિકાસ. અધ્યાત્મના વિકાસ વિના સમ્યમ્ દષ્ટિ વિકસતી નથી અને સમ્યગુ દષ્ટિ વિકસ્યા વિના અધ્યાત્મનો વિકાસ થતો નથી.
સમયસાર e 23
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org