________________
અંતર્યાત્રાનો. ચેતનાને આપણે નીચેથી ઉપર તરફ લઈ જવી જોઈએ. જ્યાં સુધી ચેતના નાભિની આસપાસ ફર્યા કરશે ત્યાં સુધી આપણે જ્ઞાતા-દ્રષ્ટા બની શકીશું નહીં, અરૂપ અને અરસની સ્થિતિનો અનુભવ કરી શકીશું નહીં. ઘણા લોકો પૂછે છે - હું કોણ છું ? એમને હું કહું છું - આ પ્રશ્ન પૂછો કે હું કશાં છું ? મારી ચેતના ક્યાં છે ? જો આપણી ચેતના નાભિની નીચે હોય તો એ વધારે જોખમકારક છે. અંતર્મુખતાનો અર્થ છે - ચેતનાને નીચેથી ઉપર લઈ જવી. બહારથી અંદર લઈ જવી, પદાર્થોમાંથી છોડાવીને પોતાના સ્વરૂપમાં સ્થિર કરી દેવી. આ સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે અંતર્યાત્રા, સુષુમ્નાની યાત્રા. આ અંદર જવાનો માર્ગ છે. જ્યાં સુધી આપણી ચેતના આ મધ્ય માર્ગથી ઉપર નહીં જાય ત્યાં સુધી આપણું બહારનું આકર્ષણ ઓછું નહીં થાય.
સંવેદનાકેન્દ્રને નિષ્ક્રિય બનાવો
પ્રશ્ન છે સંવેદનાકેન્દ્રને નિષ્ક્રિય બનાવવાનો, પગમાં કાંટો વાગે ત્યારે પીડા કોર્ને થાય ? શું પગને દર્દ થયું ? પગમાં કાંટો વાગ્યો એનો સંદેશો જ્યાં સુધી મગજ સુધી ન પહોંચે ત્યાં સુધી પીડાનો અનુભવ ન થઈ શકે, જ્યારે સંવેદનકેન્દ્ર સુધી સૂચના પહોંચી જાય ત્યારે પીડાનો અનુભવ થાય છે. એનેસ્થેશિયાનો પ્રયોગ એ શું છે ? કોઈ વ્યક્તિનું ઑપરેશન કરવું છે ત્યારે એને મૂર્છિત કરી દેવાય છે. તેથી એને પીડાની ખબર પડતી નથી. આ જ વાત મૂર્છાની છે. જ્યારે મૂર્છાકેન્દ્ર નિષ્ક્રિય બની જાય છે ત્યારે માત્ર જ્ઞાન જ રહે છે. પદાર્થ કે ઘટનાની સાથે ચેતના જોડાતી નથી. અંદરના સુખનો અનુભવ કરો .
અંતર્યાત્રા એ ચેતનાને ઉપર લઈ જવાનો પ્રયોગ છે, જ્ઞાતા-દષ્ટા થવાનો પ્રયોગ છે. તેમાં અભ્યાસનું સાતત્ય જરૂરી છે. જ્યારે આપણી ચેતના ઉપર જાય છે, વાઈટલ એનર્જી ઉપર જાય છે ત્યારે એટલાં બધાં સુખદ પ્રકંપનો પેદા થાય છે જેની કલ્પના પણ ન કરી શકાય. એ વાત ચોક્કસ છે કે જ્યાં સુધી અંદરનું સુખ ન પ્રગટે ત્યાં સુધી બાહ્ય સુખ છૂટી શકશે નહીં. આપણે એવા સુખનો અનુભવ કરવો છે જેને લીધે બાહ્યસુખને તજનારી ચેતના પ્રગટ થઈ જાય. એનો માર્ગ છે - અંતર્યાત્રા. જો આપણે આ પ્રયોગમાર્ગને અપનાવી શકીએ તો 'આત્મા દ્વારા આત્માને જુઓ' એ સૂત્ર વિરોધાભાસી રહેશે નહીં, વાસ્તવિક બની જશે.
Jain Educationa International
સમયસાર
170
For Personal and Private Use Only
www.jainelibrary.org