________________
શકે. વ્યવહાર અને નિશ્ચય એ બે આંખો છે. બન્નેય વડે જોવાય એ જ પૂર્ણ- દર્શન છે. નિશ્વયની સાથે વ્યવહાર :
એક ભિખારી ચૌટામાં બેઠો હતો. એક માણસ ત્યાંથી પસાર થયો. ભિખારીએ કહ્યું, “શેઠજી, આ આંધળાને એક રૂપિયો આપો. પેલા માણસે | ભિખારીને ધ્યાનથી જોઈને કહ્યું, “અરે ભાઈ, તારી એક આંખ તો સારી છે.” ભિખારીએ કહ્યું, 'કંઈ વાંધો નહિ. પચાસ પૈસા આપો.” એક આંખના પચાસ પૈસા થાય, અને બેય આંખોનો એક રૂપિયો થાય. આ વિચિત્ર વાત છે.
નિશ્ચય અને વ્યવહાર બેય દષ્ટિઓ મળે ત્યારે પૂર્ણતા આવે છે. પરિપૂર્ણતા માટે બન્નેને સાથે રાખવા જરૂરી છે. આચાર્ય કુન્દકુન્દ નિશ્ચય વિશે ઘણું કહ્યું, અધ્યાત્મને સમજવા ઉપર ઘણો ભાર મૂકયો. પણ સાથે સાથે એમણે નિશ્ચયની સાથે સાથે વ્યવહારને પણ બરાબર રાખ્યો. એમણે વ્યવહાર છોડ્યો નહિ. સચ્ચાઈ જાણવા માટે નિશ્ચયની દષ્ટિ છે. અને જીવનયાત્રા ચલાવવા માટે વ્યવહારની દષ્ટિ છે. જીવનયાત્રાનો ત્યાગ કરીને, વ્યવહારને છોડીને સચ્ચાઈ પ્રાપ્ત કરવાની વાત કરવી એ હવાઈ તરંગ છે. જીવન જ ન હોય તો સચ્ચાઈ કઈ રીતે મળે ? બન્નેય વાતો સાથે સાથે જ ચાલે છે. પરાવિધા : અપરાવિધા
અધ્યાત્મ શ્રેષ્ઠ વિદ્યા છે. ગીતામાં કહ્યું છે કે 'અધ્યાત્મવિદ્યા સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા છે. ઉપનિષદ્દમાં એને પરા વિદ્યા કહી છે. બે પ્રકારની વિદ્યાઓ મનાઈ છે- અપરા વિદ્યા અને પરા વિદ્યા. વ્યાકરણ, કાવ્ય, ગણિત, શિક્ષા, છન્દ-શાસ્ત્ર વગેરે બધી લૌકિક વિદ્યાઓ છે. અપરા વિદ્યાઓ છે- આત્મવિદ્યા એ પરાવિદ્યા છે. પહેલાં એક સમતોલપણું હતું કે- અપરા વિદ્યા પણ ભણાવાતી અને પરા વિદ્યા પણ ભણાવાતી. ઉપનિષદોનાં પ્રકરણો જુઓ. કોઈ પણ વ્યક્િત ભણીને આવે ત્યારે ગુરુ કે પિતા એને સૌથી પહેલું એ પૂછતા કે, "તું શું ભણ્યો ?” જો એને પરાવિદ્યા ન આવડતી તો એને કહેતા, તું કશું જાણતો નથી. જેને જે જાણે છે એને | ન જાણ્યું તો તું ભણ્યો શું? કેટલો મહત્ત્વનો છે આ નિયમ - જે જાણે | છે એને તું જાણતો નથી. જાણનાર છે આત્મા, જાણનાર છે આપણી ચેતના. બધુંય ભણી લીધું પણ પેલાં આત્મા અને ચેતના- જે જાણનાર છે. આ
સમયસાર © 15
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org