________________
મારી નાખે છે. સરસ ચામડું મેળવવા માટે વાધને મારી નાખે છે. અનેક પશુઓને મારી નાખે છે. દાંત માટે હાથીઓને મારી નાખે છે. પણ આ બધાં હિંસાનાં મૂળ કારણ નથી.
મૂળ કારણ છે રાગ
હિંસાનું મૂળ કારણ રાગ છે. માણસ રાગને લીધે હિંસા કરે છે. દ્વેષ હિંસાનું મૂળ કારણ નથી. એક ચોર હિંસા કરે, એક આતંકકારી હિંસા કરે, એક ડાકુ હિંસા કરે એ બધા દ્વેષને કારણે હિંસા નથી કરતા. એક સૈનિક હિંસા કરે છે તે કંઈ દ્વેષને કારણે હિંસા કરતો નથી, કેમકે એને પોતાને કોઈ શત્રુતા હોતી નથી. આ વાત સમજવા માટે આપણે ઊંડાણમાં ઊતરવું પડે. આ એક સંસ્કાર થઈ ગયો છે કે મનમાં દ્વેષ અને ધૃણા હોય તો માણસ હિંસા કરે. પણ એ મૂળ કારણ નથી. કોઈ એક માણસ ભેળસેળ કરે અને તેને લીધે હજારો માણસો પક્ષાધાતનો શિકાર થઈ જાય છે. આ બધાની સાથે શું એ માણસનો દ્વેષ હતો ? કશોય દ્વેષ ન હતો. ભેળસેળ કરવાનું કારણ છે - રાગ. હું ધનવાન થઈ જાઉં, મોટો માણસ બની જાઉં, ધનનો ઢગલો થઈ જાય. મરજીમાં આવે તેમ કરી શકું. આવો અંદર રહેલો રાગ છે તે ભેળસેળ કરાવી રહ્યો છે, મનુષ્યને અનૈતિક બનાવે છે, હિંસા કરાવે છે.
રાગમાંથી જન્મે છે દ્વેષ
મૂળમાં દ્વેષ હોતો નથી. દ્વેષ રાગમાંથી ઉપજે છે. જો આપણા શરીર તરફ કે પરિવાર તરફ રાગનો ભાવ ના હોય તો દ્વેષ પેદા ન થાય. એકને બચાવવો હોય તો બીજા ઉપર દ્વેષ કરવો પડે, પોતાના રાષ્ટ્ર પર પ્રેમ હોય તો બીજા રાષ્ટ્ર પર દ્વેષ કરવો પડે છે. વ્યક્તિગત કોઈ દ્વેષ હોતો નથી.
જો આ મૂળ કારણ આપણી સમજમાં આવે તો વાત ઘણી સ્પષ્ટ થઈ જાય છે. આજે સમગ્ર સંસારમાં આતંકવાદનું ચક્ર ચાલ્યું છે. શું કારણ છે ? એનું કારણ ધૃણા નથી. ધૃણાને આધારે હિંસા ન ચાલી શકે. દ્વેષને આધારે કોઈ યુદ્ધ નથી લડાતું. જ્યાં સુધી સૈનિકોના મનમાં રાષ્ટ્રપ્રેમ પેદા ન કરીએ ત્યાં સુધી યુદ્ધ લડાશે નહીં. ‘રાષ્ટ્ર માટે બલિદાન આપવું એ સૌથી મોટો ધર્મ છે' એવી કેળવણી અપાય છે.
जिते च लभ्यते लक्ष्मीः मृते चापि सुरांगना । क्षणभंगुरको देहः, का चिन्ता मरणे रणे ।।
અનૈતિકતાનું કારણ
જ્યારે આ પ્રકારનો પ્રેમ પેદા કરાય ત્યારે માણસ કોઈ વખત જીવ પણ આપી દે. કોઈપણ કામ કરવા માટે મોટામાં મોટી પ્રેરણા છે - તેના પ્રત્યે પ્રેમ પેદા કરવો. ધર્મને ચલાવવા માટે પણ દેવ અને ગુરુપ્રત્યે પ્રેમ પેદા કરવો પડે છે.
Jain Educationa International
.
સમયસાર
162
For Personal and Private Use Only
www.jainelibrary.org