________________
છે જ્ઞાન અને અજ્ઞાન. જે અજ્ઞાન રાગ, દ્વેષ અને મોહ સાથે સંકળાયેલું હોય તે આપણું મિથ્યા આચરણ બને છે. અને જે જ્ઞાન રાગ, દ્વેષ અને | મોહથી જુદું પડેલું હોય છે તે આપણું સમ્યફ આચરણ બને છે. સમ્યક આચરણ માટે જ્ઞાન તેમજ સમ્યફ દષ્ટિકોણનું હોવું અત્યંત અનિવાર્ય છે. એનું સમ્યફ હોવું ત્યારે જ સંભવે જ્યારે રાગ, દ્વેષ અને મોહ ઓછા હોય. જ્ઞાન પણ બંધનનું કારણ છે.
દરેક માણસ ઈચ્છે કે તે કંઈ પણ ખરાબ આચરણ ન કરે. પણ તેનાથી ખરાબ આચરણ થઈ જાય છે. એટલે પ્રશ્ન થાય કે આવું કેમ બને છે ? આ મોટો પ્રશ્ન છે. આચાર્ય કુન્દકુન્દ એનો સારો ઉત્તર આપ્યો છે એમણે કહ્યું છે કે- અતિહીન જ્ઞાન હોય તો તે સ્થિતિમાં જ્ઞાન પણ બંધનકારક થઈ જાય છે. તો પ્રશ્ન થાય કે- અજ્ઞાન બંધનનો હેતુ થઈ શકે, પણ જ્ઞાન | બંધનનો હેતુ કઈ રીતે બની શકે? જો આપણે ઊંડાણમાં જઈ તપાસીએ, તો આ વાત બરાબર લાગશે. જધન્ય (હીન) જ્ઞાન અને જઘન્ય ચારિત્રનો અર્થ છે ક્ષાયોપશમિક જ્ઞાન અને ક્ષાયોપથમિક ચારિત્ર. જ્યાં સુધી ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક ચારિત્ર ન હોય, વીતરાગનું ચારિત્ર ન હોય ત્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન અને ચારિત્રનું અસ્તિત્વ રહે છે. આ સ્થિતિમાં માણસનો ભાવપ્રવાહ એકસરખો રહેતો નથી. તેનું વિપરિણમન થઈ જાય છે.જ્યારે સાયિક ભાવ આવે, ક્ષાયિક જ્ઞાન અને ચારિત્ર આવે ત્યારે એકસરખી પરિણામ-ધારા વહેવા માંડે છે. ચૈતસિક પરિણતિનાં ત્રણ રૂપ
આપણા ચૈતસિક પરિણામનાં ત્રણ રૂપ બને છે- વર્ધમાન, હીયમાન અને અવસ્થિત. જ્યાં સુધી જ્ઞાન જધન્ય હોય, ચારિત્ર જધન્ય હોય ત્યાં સુધી હીયમાન અને વર્ધમાનનું અસ્તિત્વ નિરંતર રહ્યા કરે છે. એને ટાળી શકાતી નથી. આ સ્થિતિમાં ઓગણપચાસ મિનિટ સુધી જ એક જેવી પરિણામધારામાં રહી શકાય છે.ત્યાર પછી સ્થિતિ બદલાવા માંડે છે. કદાચ આને લીધે સામાયિકનો સમય ઓગણપચાસ મિનિટનો રખાયો છે. ખરું જોતાં ધ્યાન અને સામાયિક બે જુદાં નથી. સામાયિકને કર્મકાંડનું સ્વરૂપ આપી દેવાયું છે તેથી ધ્યાનની વાત જુદી વિચારવી પડે છે. ધ્યાનમાં પણ ઓગણ પચાસ મિનિટ પછી પરિણામ-પ્રવાહ બદલાઈ જાય છે. આ કારણે જ રાગ-દ્વેષના વિકલ્પો વારંવાર આવતા રહે છે, બંધ થતો રહે છે. આને લીધે જઘન્ય જ્ઞાન અને ચારિત્રને બંધનું કારણ માન્યું છે. જ્યારે જ્યારે બંધ
સમયસાર ... 148
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org