________________
નિર્ચથતા - સામાન્ય વ્યકિતની ત્રીજી કસોટી છે- નિર્ગથ થવું તે. જો સામાન્ય વ્યક્તિત્વનું નિર્માણ કરવું હોય તો નિગ્રંથ થવું જ પડે. જૈન આગમોમાં મહાવીર માટેનું એક વિશેષણ આવે છે. નિર્ગાથે રાયપુત્તે – નિગ્રંથ જ્ઞાતપુત્ર , મહાવીર. નિગ્રંથનો કોન્સેપ્ટ (વિચાર, કલ્પના) બહુ મહત્ત્વનો છે. માણસ | જે દિવસે નિગ્રંથ થવાની દિશામાં પગલાં માંડશે તે જ દિવસે સામાન્ય
જીવન જીવવાનો, સામાન્ય વ્યક્િતત્વના વિકાસનો ક્રમ શરૂ થઈ જશે. જ્યાં સુધી એકલી ગાંઠો જ ભરેલી પડી હોય ત્યાં સુધી સુંદરતા કયાંથી આવે ? | નિગ્રંથનો અર્થ છે- ન તો ક્રોધની ગ્રંથિ, ન અહંકારની ગ્રંથિ કે ન તો લોભની ગ્રંથિ. નિગ્રંથપણાનું રહસ્ય છે- મોહ-મૂર્છાથી જન્મનારી જેટલી
ગ્રંથિઓ હોય તે બધી છૂટી જાય. જે વ્યકિત નિગ્રંથ જીવન જીવવું શરૂ કરે | છે તે સામાન્ય બની શકે છે. ગ્રંથિ અને વ્યવહાર
એક મહત્ત્વનો પ્રશ્ન છે કે- માનવીય સંબંધોમાં સુધારો શી રીતે આવે ? ભયંકર ગુના, હત્યાઓ, ચોરી, લૂંટ-ફાટ અને બળાત્કારની ઘટનાઓ વર્તમાન સમાજમાં ચાલી રહી છે. આ બધું કેમ થાય છે? જેટલી | જાતના ગુનાઓ છે એટલા જ પ્રકારની ગ્રંથિઓ છે. ગણિતની ભાષામાં આપણે કહી શકીએ કે આપણા હજારો વ્યવહારો છે તો આપણામાં હજારો ગ્રંથિઓ છે. જ્યાં સુધી આ ગાંઠો ઉકલે નહિ ત્યાં સુધી માણસ સામાન્ય ભૂમિકા પર આવી શકતો નથી. દરેક વિચાર અને આચરણ સાથે આપણી અંદર એક ગાંઠ બંધાઈ જાય છે. આપણો કોઈ પણ વિચાર એવો નથી જે એક ગાંઠ પાછળ ન મૂકતો જાય. નિર્ગથ થવું એ સામાન્ય વ્યકિતત્વ તરફ જવાની દિશા છે. સંબંધોનું સફળ આયોજન
ભૂતકાળના ભારને ઓછો કરવો, ભૂતકાળના સંગ્રહને ઓછો કરવો, અને ગાંઠોને છોડવી આ ત્રણ પરીક્ષાઓમાંથી ખરું ઊતરે તે વ્યકિતત્વ સામાન્ય વ્યક્તિત્વ બને છે. જો ભૂતકાળનો ભાર વધારે હોય તો આત્મિક આનંદના સ્થાને વિષાદ પ્રાપ્ત થાય, અવસાદ થાય- કંકાસ થાય. મનની કાર્યક્ષમતા વધારવી હોય તો મનને વિરામ આપવો પડે. ભૂતકાળના ભારને હલકો કરવો પડે. સામાન્ય વ્યકિતત્વની ચોથી પરીક્ષા છે- સંબંધોનું સફળ આયોજન.
સમયસાર ... 141
--
-
-
-----
-
--
---
----
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org