________________
| બંધનું કારણ
આચાર્ય કુન્દકુન્દ લખ્યું છે : એક માણસ શારીરિક ચેષ્ટા કરતો હોય. પહેલાં તે શરીર પર ખૂબ તેલ લગાવે છે. પછી અખાડામાં જઈને વ્યાયામ કરે છે, એટલે ધૂળ વળગી જાય છે.
जण णाम को वि पुरिसो णेहन्मतो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं ।। जो सो दु णेहभावो तम्हि गरे तेण तस्स रयबंधो । णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ।। एवं मिच्छादिट्ठी वट्ठतो बहुविहासु चिट्ठासु । रायादि उवओगे कुव्वंतो लिप्पदि रएण ।।
ધૂળ કેમ વળગી ? એ પ્રશ્ન થાય તો સ્પષ્ટ વાત છે કે જો તેલ ચોપડેલું ન હોત તો ધૂળ ન વળગત. ધૂળ આવત અને ખરી પડત. આત્મવિજ્ઞાન પ્રમાણે દરેક માણસે તેલ લગાડેલું છે. એ તેલ છે રાગ અને ‘ષનું. કષાયની એવી તો માલીસ કરી છે કે માણસ કાષાયિક બની ગયો છે. અને એણે ખુલ્લું નિમંત્રણ આપ્યું છે. 'ધૂળ આવ, ચોંટી જા.” જ્યારે આટલા થર ચોંટયા હોય અને મસ્તક પર આટલો ભાર હોય ત્યારે માણસ સામાન્ય કઈ રીતે રહી શકે ? મનોવિજ્ઞાનની ભાષા. આત્મવિજ્ઞાનની ભાષા
મનોવિજ્ઞાનમાં સામાન્ય અને અસામાન્યની એક નિશ્ચિત વ્યાખ્યા છે. આત્મવિજ્ઞાનની દષ્ટિએ વિચાર કરીએ તો કદાચ કોઈનેય સામાન્ય કહેવો કઠણ પડે. જેનામાં પૂરેપૂરું સમ્ય દર્શન જાગી ગયું હોય, વીતરાગ-ચેતનાની પૂરતી ઝલક આવી ગઈ હોય તે સામાન્ય વ્યક્િત છે. મનોવિજ્ઞાન અનુસારની સામાન્ય વ્યક્િત આત્મવિજ્ઞાનની ભાષામાં બિલકુલ અસામાન્ય થઈ જશે. કોઈએ એક પણ અણગમતી વાત કહી હોય તો માણસ તેની સાથે કજિયો કરવા તૈયાર થઈ જશે. કોઈએ ગમતી વાત કહી તો રાગનું ઉદ્દીપન થઈ જશે. પત્નીએ જો ભોજન સારું બનાવ્યું હોય તો માણસ એને રસપૂર્વક ખાવાનો, અને ભૂખ કરતાં વધારે ખાવાનો. આ રાગનું ઉદ્દીપન કહેવાય. જો રસોઈ સ્વાદ વિનાની થઈ તો ક્રોધનું ઉદ્દીપન થાય. માણસ થાળીને ઠોકર મારે. આવું કેમ થતું હશે ? એનું કારણ છે- એ વ્યક્તિ સામાન્ય નથી. મીઠું વધારે હોય તો ગુસ્સો આવે, અને મીઠું ઓછું હોય તો પણ ગુસ્સો આવી જાય. બન્ને તરફ ક્રોધનો સંભવ હોય છે. આવા માણસને
સમયસાર ... 139
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org