________________
૧.
ઘ્યાન શા માટે કરવું ?
સામાજિક પ્રાણી સમૂહમાં જીવે છે. સમૂહનો સૌથી નાનો એકમ છે આપણું પોતાનું કુટુંબ. પહેલાં આપણે આપણી જાતની તપાસ કરીએ કે કુટુંબ સાથે આપણા સંબંધો કેવા છે ? આપણે એવું આત્મનિરીક્ષણ પણ કરીએ કે આપણી પોતાની સાથે આપણા સંબંધો કેવા છે ? આ બહુ મોટો ગૂંચવણભર્યો પ્રશ્ન છે. માણસ પોતાની સાથે પણ સારો સંબંધ રાખી શકતો નથી. તેથી જ તે ખંડિત વ્યક્તિત્વ જીવે છે. અખંડ વ્યક્તિત્વમાં જીવવું એટલું સહેલું નથી. માણસ કુટુંબ સાથે કેવો સંબંધ રાખે છે એ વાતમાં ધર્મ, ઘ્યાન અને અઘ્યાત્મની કસોટી થાય છે. દર્શનનું જ્ઞાન હોવું, સિદ્ધાંતને સમજવો એ એક વાત છે. અને તેને જીવનમાં ઉતારવો એ બિલકુલ જુદી વાત છે. જ્યાં સુધી દર્શન અને સિદ્ધાંત પ્રમાણે જિવાય નહિ ત્યાં સુધી તે માત્ર કલ્પનાના રૂપે જ રહે છે. વાસ્તવિકતાની ભૂમિ પર એની બહુ કિંમત થતી નથી. જો વાસ્તવિકતાનું જીવન જીવવું હોય તો આ સંબંધો ઉપર આપણે વિચાર કરવો પડશે.
સંબંધોનું જીવન
સામાજિક જીવનનો અર્થ છે- સંબંધોનું જીવન. મુનિ-જીવનનો અર્થ છે સંબંધોની પારનું જીવન. જ્યાં સંયોગ અને સંબંધનો સ્વીકાર થાય છે તે છે સામાજિક જીવન. જ્યાં માત્ર એકલાપણાનો સ્વીકાર થાય છે તે છે ત્યાગી, સંન્યાસી અને મુનિનું જીવન. તેથી કહેવાયું છે કે
संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो ।
મુનિ સંયોગોથી મુક્ત હોય છે અને ગૃહસ્થ સંયોગોનું જીવન જીવે છે. માણસ એકલો જન્મે છે. માતા-પિતાનો એક સંયોગ થયો, એક સંબંધ થઈ ગયો. ભાઈ-બહેન, કાકા-બાપા એવા સંબંધો બંધાતા ગયા. વ્યક્તિના મોટા થયા પછી સાસરા પક્ષનો એક બીજો સંબંધ જોડાય છે. આમ એ સંબંધોની અગણિત શૃંખલાઓથી એ જોડાય છે.
કેવા છે સંબંધો ?
સંબંધોનું જીવન કેવું જિવાય છે એ એક મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ આ પૃથક્કરણ કરી શકે કે- "મારે મારાં માતા-પિતા, ભાઈ કે પત્નીની સાથે કેવો સંબંધ છે, એ મીઠો છે કે કટુતાભર્યો છે ? બીજા
137
Jain Educationa International
સમયસાર
For Personal and Private Use Only
www.jainelibrary.org