________________
૧૧. સુધારો; લડો નહિ
મનુષ્ય કંઈ ઈટ નથી, કોઈ નોંધવહી કે પેન નથી જેને એક યંત્રમાં ઢાળીને હજારો એક સરખા માણસ બનાવી શકાય. જડ વસ્તુનું નિર્માણ યંત્ર દ્વારા થાય. મનુષ્ય તો ચેતનાવાન પ્રાણી છે. એનું ઉત્પાદન યંત્ર વડે ન થઈ | શકે. જ્યાં ચેતના હોય ત્યાં ચિંતન હોય સ્મૃતિ હોય અને કલ્પના હોય,
કંઈ નવું કરવાની ભાવના હોય. જ્યાં આ બધાં હોય ત્યાં એકરૂપતા હોવી | કઠિન છે એટલું જ નહિ, અસંભવિત પણ છે. સામૂહિક જીવન માટે આ
એક મોટો પ્રશ્ન છે. પ્રશ્ન છે રુચિનો
સૌથી પહેલો પ્રશ્ન છે રુચિના ભેદનો. એક કુટુંબમાં દસ માણસો એકસાથે રહે છે. એ દરેકની પોતપોતાની રુચિ હોય છે. બધાયની રુચિ એક સરખી હોતી નથી. એક વ્યક્તિને કંઈ જોઈએ અને બીજી વ્યકિતને કંઈક જુદું જ જોઈએ. આમ થાય છે રુચિભેદના કારણે. મનુષ્યમાં રુચિ હોય છે, પ્રીતિ હોય છે, આકર્ષણ હોય છે. સચિનો પ્રશ્ન ઘણો મહત્ત્વનો છે. મોટા ભાગના માણસોની રુચિનો સંબંધ એક દિશા સાથે જ જોડાયેલો હોય છે. આ સંસારમાં જીવનાર વ્યક્િતની રુચિ મોટેભાગે કામ-ભોગમાં વધારે હોય છે. એના બધા ગમાઓનું કેન્દ્રબિંદુ આ જ છે. આ સત્ય તરફ નિર્દેશ કરતાં આચાર્ય કુન્દકુરે કહ્યું,- કામ-ભોગને લગતી બંધનની વાતથી બધાય પરિચિત છે. એના તરફ દરેકની રુચિ છે, પણ કામ-ભોગની વાતની પેલે પારની વાત કરનારા વિરલા હોય છે. એવા બહુ જ ઓછા માણસો છે જે કામ-ભોગથી આગળની ચેતનામાં જીવવાની વાત કરતા હોય
सुदपरिचिदाणुभूदा, सव्वस्स वि कामभोगबंधकहा ।
एयत्तस्सुवलंभो णवरि ण सुल हो विहत्तस्स ।। રચિભેદની સમસ્યા :
કૌટુંબિક જીવન જોઈએ તો તેમાં જેટલા રુચિભેદ નજરે પડે છે એની પાછળ કામ કે વાસનાનો ભાવ બલવાન હોય છે. સચિ-ભેદને લઈને કૌટુંબિક જીવનમાં ઘણી વાર ઝઘડા થઈ જાય છે. ભોજનની વાત જ લ્યો. બધાની ભોજન અંગેની રુચિ પણ એક જાતની હોતી નથી. કોઈને મિઠાઈ
સમયસાર ... 129
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org