________________
નથી. આ આગ્રહ-ચેતના છે. સૌ જાણે છે કે જર્દી કે તમ્બાકુ ખાવી એ તંદુરસ્તી માટે ફાયદાકારક નથી. એ શરીર અને મન માટે નુકસાનકારક છે. છતાંય ઘણા લોકો જઈ કે તમાકુનું વ્યસન પોષતા હોય છે. આગ્રહ અને સમજણ
આ આગ્રહ-ચેતના ઘણી ભયંકર હોય છે. માણસ એમાં ગૂંચવાઈ જાય છે. આ એક હકીકત છે કે સૌમાં સમજણ સરખી હોતી નથી. બધાનું જ્ઞાન સરખું હોતું નથી. બધામાં સમાન વિચારધારા વિકસતી નથી. કેટલાક એવા માણસ પણ હોય છે જેમનું મગજ અવિકસિત હોય છે, કે બહુ જ થોડું વિકસિત હોય છે. આવી સ્થિતિમાં જીદ હોય કે જિદ્દી સ્વભાવ હોય એ સ્વાભાવિક છે. મોટે ભાગે એવું જોવા મળે છે કે જે માણસ જેટલો વધારે અણસમજુ હોય, જેટલો વધારે વિચાર-શૂન્ય હોય, જેટલો વધારે અજ્ઞાની હોય તેમાં એટલો જ વધારે આગ્રહ હોય છે, પકડ અને જિદ હોય છે. જેમ જેમ માણસ સમજુ થતો જાય તેમ તેમ તેનામાં બુદ્ધિ અને ચિંતનનો વિકાસ થાય છે. સમજવાની શક્િત વધે છે તેમ તેમ આગ્રહની વૃત્તિ છૂટતી | જાય છે અને અનાગ્રહનો ભાવ વિકસતો જાય છે. અનાગ્રહ : વૈજ્ઞાનિક દષ્ટિકોણનો વિકાસ
સત્યની શોધ કરવાનું સૌથી મોટું સાધન છે- અનાગ્રહ. જેનામાં અનાગ્રહની વૃત્તિ ન હોય તે સત્યની શોધમાં કદીય આગળ વધી શક્તો નથી. કોઈપણ વૈજ્ઞાનિક કદીય કોઈ એક વાતને પકડી રાખીને કે માની લઈને બેસી જતો નથી. તે એ વાતનો આધાર જરૂર લે પણ તે પછી સંશોધન કરે, પરીક્ષણ કરે અને એનું જે પરિણામ આવે એ વિના સંકોચે સ્વીકારી લે છે.
કોઈ વૈજ્ઞાનિક એમ નહિ કહે કે હું આમ માનું છું, હું મારી માન્યતા કદીય છોડીશ નહિ. વૈજ્ઞાનિકમાં પોતાની વાત પકડી રાખવાની વૃત્તિ હોતી નથી, કે આગ્રહ હોતો નથી. એનું કારણ છે એનામાં વૈજ્ઞાનિક દષ્ટિકોણનો વિકાસ. આજે તો ઘાર્મિક માણસોમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના વિકાસની ઘણી જરૂર છે. પોતાને ઘાર્મિક કહેવડાવનાર લોકો પણ એવા હોય છે કે જો તેઓ એક વાત પકડી લે તો પછી પકડી જ રાખે છે. એને છોડવા માગતા નથી. તેઓ નવી વાતનો સ્વીકાર કરવા તૈયાર જ હોતા નથી. આગ્રહની સમસ્યા
સત્ય કેટલું અનંત અને કેટલું વિરાટ હોય છે! જૈન દર્શનની દષ્ટિએ
સમયસાર o 122
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org