________________
નાટકને જોઉ કે જીવતરને જોઉ ? મોત જ મોત દેખાઈ રહ્યું હતું.
ચક્રવર્તીએ કહ્યું- જા, તું છુટ્ટો છે. ભરત કોઈને મારવા ઇચ્છતો નથી. તારા પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ મેં આટલી મોટી યોજના કરી હતી. તું શું સમજ્યો ?
હું તો કંઈ જ સમજી શક્યો નહિ. ભેદ ખોલ્યો
ચક્રવર્તી ભરતે કહ્યું- તારી સામે એક માત્ર મોતનો જ પ્રશ્ન હતો, છતાંય તને ન તો ગાયનમાં રસ હતો કે ન નાચમાં રસ હતો અને નાટકમાંય રસ ન હતો. તારો બધોય રસ મોતમાં જોડાઈ ગયો હતો. એવી જ સ્થિતિ મારી છે. હું આટલો મોટો ચક્રવર્તી છું, આટલું મોટું રાજ્ય ચલાવું છું, પણ મારો રસ નથી તો ભોગમાં કે નથી રાજ્યમાં કે કોઈ બીજા પદાર્થમાં. જે કંઈ પુણ્યનું ફળ ભોગવી રહ્યો છું એમાં મને કંઈ જ રસ નથી. મારો રસ છે માત્ર બંધનમાંથી મુક્ત થવામાં. રાત-દિવસ મારા મગજમાં બંધન અને મુક્િતનો પ્રશ્ન ઘૂમ્યા કરે છે. તેથી બધો જીવનવ્યવહાર ચલાવવા છતાંય હું તેમાં લપટાતો નથી. આ ઘટના સાથે જોડાયેલું સત્ય
આ ઘટનામાં આ સત્ય અભિવ્યક્ત થયું છે- પુણ્યનું ફળ ભોગવતી વખતે જે માણસનો રસ ભોગો સાથે જોડાતો નથી, અને પાપનું ફળ ભોગવતી વખતે દુખો અને કષ્ટો સાથે પીડા, તરફડાટ, ફરિયાદ અને ભયનો ભાવ જોડાતો નથી તે માણસ ધર્મની કલાને જાણે છે, બંધનથી છુટકારો મેળવવાની કલાને જાણે છે.
લોકમાન્યતા છે કે- માણસ માણસનું જીવન જીવતો હોય ત્યારે તેણે સુખનું જીવન જીવવું જોઈએ. બધા પદાર્થોનો ઉપભોગ તેણે કરવો જોઈએ. એ માટે એવી દલીલ કરાય છે કે- ભગવાને બધા પદાર્થો બનાવ્યા શા માટે છે ? કેટલાક લોકો વધારે પડતી દલીલમાં પણ ઊતરી જાય છે. એમને કહીએ કે- માંસ ન ખાવું જોઈએ. તો ઉત્તર મળે કે - ભગવાને માંસ બનાવ્યું શા માટે છે ? સંત પુરુષો ત્યાગનો ઉપદેશ આપે ત્યારે જે લોકો ભોગોમાં ખરડાયેલા છે તે આ ઉપદેશની મશ્કરી કરતાં કહે છે કે- આનો | ત્યાગ કરો, તેનો ત્યાગ કરો, ત્યાગ કરો. એ બધો સંતોનો ઉપદેશ માની લઈએ તો આ ભોગવવા જેવા પદાર્થોનું શું થાય ? જો અમારે આ બધા ભોગ ન ભોગવવાના હોય તો આ પદાર્થો બનાવાય છે શા માટે ? આ
સમયસાર • 100
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org