________________
એ શબ્દ
મુનિરાજ શ્રી સંતબાલજી તથા તેમના ગુરુજી શ્રી નાનચંદ્રજી મહારાજ – બન્ને સાથે મારા વિશેષ પરિચય. બન્ને આત્માથી મુનિરાજો — પાતપેાતાની દૃષ્ટિએ આત્મશુદ્ધિની પ્રવૃત્તિમાં તપર.
-
પૂજ્ય શ્રી નાનજી મહારાજે બીજા ગુરુએ કરે છે તેમ ગુરુપણું નહીં કર્યું ... પણ શ્રી સંતબાલજીને પોતાની દૃષ્ટિએ આત્મશુદ્ધિની પ્રક્રિયાની સાધના કરતાં રાકથા નથી. તેમ તે પ્રવૃત્તિમાં વિઘ્ન પણું નાખ્યું ન હતું ! (જ્યારે) હમણાં જ મેં સાંભળ્યું કે એક આત્માથી તથા આત્મસંશાધક મુનિને તેએના ગુરુએ — તદ્દન નજીવા કારણસર ~ કારણમાત્ર એટલું જ કે શિષ્યે પેાતાના સ્વતંત્ર ગ્રંૠથનું અણુ એક પ્રસિદ્ધ અજૈન મહર્ષિને આપેલ, તેથી સંધાડા બહાર કરી દીધા. શિષ્ય પેાતાના વિચાર પ્રમાણે પેાતાની સાધના કરે અને ગુરુના વિચારને શબ્દશઃ કે અક્ષરશઃ ન અનુસરે, છતાં ગુરુ શિષ્યના વિચારભેદ પૂરા સદ્ભાવ સાથે સહી લે, આવું ઉદાહરણ મારી નજરમાં ગુરુજી શ્રી નાનજી મહારાજનું તથા તેમના શિષ્ય શ્રી સંત બાલજીનું જ આવે છે. મને લાગે છે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે જૈન ધર્મના મૂળરૂપ અને મૌલિક સિદ્ધાંતરૂપ સ્યાદવાદને જાગેલા, એટલું જ નહીં, પણ જાણીને તેને પૂરા પચાવેલા હતા. તેને લીધે જ પૂ. નાનચંદ્રજી મહારાજ અને તેમના શિષ્ય સૌભાગ્યચંદ્રજી એટલે સંતબાલજી મહારાજ એ બે વચ્ચે ગુરુશિષ્યભાવ વિશેષ દીપી ઊઠેલ છે એમ હું સમજુ છું.
મે' એવું જોયેલ છે, અને સાંભળેલ પણ છે કે, જો શિષ્ય પેાતાના ગુરુને જ ન અનુસરે અને પેાતાની રીતે પેાતાની ચિત્તશુદ્ધિ માટે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org