________________
૨૦.
ગૂ. વિ. પ્રકાશિત) આત્તિને સંસ્કૃત મૂળ પાઠ અને એ પર ગુજરાતી (એમાં) અર્થપાઠ લેવાની મારી ઇચ્છા મંજૂર રાખી તે
અહેસાનમંદતા અને ધન્યવાદ માગી લે છે. - પંડિત બેચરદાસજીને અને પંડિત દલસુખ માલવણિયાના
બે શબ્દ અને પ્રાસ્તાવિક રૂપ સુંદર, અનુભવયુક્ત અને અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના લખી, તેમાં તે બનેની ઉત્સાહભરી અને આંતરિક મમતાભરી અમારા સદ્દગત પરમ પૂજ્ય ગુરુદેવ નાનચંદ્રજી મહારાજના તથા મારા તરફની આદરયુક્ત લાગણુ અક્ષરે અક્ષરે દેખાઈ રહે છે. તેની કદર વાચકમાત્ર બરાબર બૂઝશે જ, એની ખાતરી રહે છે.
- આ પુસ્તકમાંની કેટલીક ટિપ્પણીઓ, ઉદ્દઘાત અને ઉપસંહાર પણ તત્વાર્થાધિગમસૂત્ર'ને જૈન જૈનેતર, સૌ વાચક, સારી પેઠે સમજી શકે એ માટે સહાયરૂપ થઈ પડે એ દષ્ટિએ આપી છે. વળી આ પુસ્તકના બે ખંડે રાખ્યા છે – જે પૈકી બીજા ખંડમાં, મૂળ તત્વાર્થાધિગમસૂત્ર'ના લે કે અલગ એટલા માટે આપ્યા છે કે તે ગુજરાતી ક્ષે કોને વાચક નરનારી કે સંત સતીઓ કંઠસ્થ કરી જૈન તત્વજ્ઞાન અથવા જૈન દર્શનમાંના યથાર્થ વિશ્વધર્મના વિચાર સહિત આચારને અનુભવ આત્મસાત કરવા ધારે તે સન્માર્ગદર્શન સાથે આત્મસાત કરી શકે.
ભાઈશ્રી મનુ પંડિતમારાં અન્ય પ્રકાશમાં જેમ ઉત્સાહથી મદદ કરતા આવ્યા છે તેમ આ પુસ્તક પાછળની તેમની જહેમત પણ ઉલ્લેખનીય છે – તેમની મદદમાં ભાઈ હરિપ્રસાદ આચાર્ય પણ કાંઈ ને કાંઈ ભાગ લીધે જ છે. છેલ્લે છેલ્લે જૈન જૈનેતર સૌને અનુરૂપ થાય તેવું આ પુસ્તક બનાવવામાં ઊંડે અને સક્રિય રસ, જે મણિકાંતભાઈ વૈષ્ણવે લીધે છે તેમને અને પ્રથમથી આજ હાશી કેંદ્રમાતા શ્રી મીરાંબહેન તથા પ્રિય મણિભાઈએ ડગલે ને પગલે દરેક રીતે સૌને જે સાથ અને સહયોગ આપેલ છે, તે તે ખાસ કરવું જ જોઈએ. મહાવીર નગર, ચિંચણી, જિ. થાણા
સંતબાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org