________________
આથી પેલા આદમીને પરમ-શાનિ થઈ ગઈ.
આપણુ દેવાધિદેવ તે સજજન શિરોમણિ છે. પરમાત્મા છે; મહાકરુણાના સાગર છે.
આપણે આ સંસારનાં દુખેથી ભયભીત છીએ, તેમ કરેલાં પાપના ભાવી અંજામની કલ્પનાથી પણ ભયભીત છીએ.
મોહરાજાએ આપણું ઉપર હમલે કર્યો છે. સમ્યજ્ઞાનનાં ચક્ષુઓને આવરી લઈને મિથ્યાત્વને પટ્ટો ચડાવી દીધું છે.
આવી ભયાનક સ્થિતિમાં આપણને સહુ પ્રથમ તે પરમાત્મા તરફથી અભય મળી જાય છે. આ જગતમાં “પ્રભુ [ ઉપલક્ષણથી સશુરુ] છે” એ જ આપણું માટે ખૂબ જ રાહતની બાબત છે. હવે ભલે તે બેલતા; ચાલતા ન પણ હોય. રે ! તે ય તેમનું અસ્તિત્વ માત્ર આપણું માટે બાળકને બાની જેમ અત્યંત રાહતજનક બને છે.
તે પછી પ્રભુ આપણું અજ્ઞાન ટાળે છે; મેક્ષને માર્ગ ચારિત્ર્ય” બતાડે છે....સ્વયં આજ્ઞાશાસન દ્વારા આપણને શરણભૂત-સહાયભૂત-બને છે અને એ ચારિત્ર્યમાર્ગે ચાલવાની શરૂઆત કરતાં પહેલા સમ્યફલ [બંધ ] રૂપી ભાથું આપે છે. આ ભાથું વાપર્યા વિના ચારિત્ર્ય-માગે કદમ માંડી શકય જ નહિ.
કેવા છે, જિનેશ્વરદે? એમની કેવી મહાકરુણ સમગ્ર જગત ઉપર વરસી રહી છે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org