________________
[૨] ચૈત્યવંદન સૂત્રની પૂર્વભૂમિકા ૧૧ સૂનું સ્થૂલ સંકલન :
[૧] અહીં સહુ પ્રથમ “જગચિંતામણિ સૂત્ર અવતાર પામે છે. આ સૂત્રમાં કેટલાંક તીર્થોને, ચિત્યને, પ્રતિમાને, વિહરમાન અરિહંતને અને યત્ર તત્ર તેમના ગુણોને વંદના કરવામાં આવી છે. આમ અહીં બધા જ પ્રકારના ચૈત્યને વંદન આવી જય છે. આ સૂત્ર ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીનું બનાવેલું છે.
૨] ત્યાર બાદ જે કઈ તીર્થો હોય અને તેમાં જે કેઈ જિનપ્રતિમાઓ હોય તેને સામાન્યથી વંદના અર્પતું
જે કિંચિ” સૂત્ર અવતાર પામે છે. જગચિંતામણિમાં સઘળા તીર્થોને વદના નથી તેથી અહીં તેમાં રહી ગએલા સઘળા ય તીર્થોને સામાન્યથી વંદના કરી છે. જિનશાસનમાં પ્રતિમાજીની જેમ તીર્થો અને ચેત્યે પણ પૂજનીય છે કેમકે તે ક્ષેત્રે આધ્યાત્મિક અણુ–પરમાણુથી ભરપૂર હોઈને એટલા બધા ઉત્તેજિત હોય છે કે તેમાં પ્રવેશતે આત્મા એક્ટમ સહેલાઈથી શુભ-ભામાં ભાવિત બનવા લાગી જાય છે. વળી ત્યાં અનેક આત્માઓ તર્યા હેઈને તે સઘળી ભૂમિ અત્યન્ત પવિત્ર ગણાય છે. આથી જ આ સૂત્રમાં સઘળા તીર્થોને પણ વંદના કરવામાં આવી છે.
[૩] ત્યાર બાદ શકસ્તવ–નમુત્યુ શું સૂત્ર અવતરે છે; જેમાં પ્રથમ સાક્ષાત્ ભાવ-અરિહંત ભગવં તેના ગુણેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org