________________
એક્લવ્યનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. દ્રોણાચાર્યની મૂર્તિ સામે રાખીને –તેનું આલંબન લઈને – તેણે ધનુવિદ્યા શીખવાનું શરૂ કર્યું.
એ તો સહુ જાણે છે કે દ્રોણાચાર્ય એકલવ્યને મહાન ધનુર્ધર બનવા દેવા માંગતા ન હતા. આમ સામી વ્યક્તિ તેવું ઈચ્છતી ન હતી છતાં પિતાની ગુરુ પ્રત્યેની પરા–ભકિતના ભાવથી એકલવ્ય સવાઈ અર્જુન બની ગયે.
આ જ રીતે સામેનું આલંબન વિતરાગ છે તેથી તે આપણું શું કરે ?” એ સવાલ ઉપસ્થિત થતું નથી. તેવા વિશિષ્ટ આલંબનને પામવાથી વિશિષ્ટ ભાવનું ઉત્પાદન અને કાર્યસિદ્ધિ અત્યન્ત સહજ રીતે–પર પ્રભાવથી–થાય છે.
જ્યાં સહજ રીતે કાર્યસિદ્ધિ થઈ જતી હોય ત્યાં સામા આલંબનને કરુણાસ્વરૂપ ૨:ગ કરીને આપણું કાર્ય કરી - આપવાની જરૂર પણ ક્યાં રહે છે ?
સ્થાપના નિક્ષેપે ? ખવાઈ ગયેલા રમેશને ઓળખી કાઢવા માટે પોલીસ ખીસામાં તેનો ફેટો રાખીને ફરે છે. આ ફેટો તે ફેટો જ છે; જડ છે, છતાં સાચા રમેશને ઓળખી કાઢવા જેવું બીજુ કેઈ સાધન ઉપયોગી બની શકે તેમ નથી. જે આ ફેટ છે, તેવી જ મંદિરમાં પ્રભુજીની પ્રતિમા છે. - સાચાની ઓળખ કરી આપતી ચીજ “સાચી” કેમ ન કહેવાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org