________________
બેશક, આ સ્થાપના નિક્ષેપ એ આંતર શુભભાવની શુદ્ધિ અને વૃદ્ધિ માટે અમેઘ આલંબનરૂપ છે; પણ જે આલંબનને સ્પશીને ય આંતરભાવની શુદ્ધિ અને વૃદ્ધિ થતી જ ન હોય અને તે કરવી પણ ન હોય તે આ આલંબન જરૂર જડ બની જાય.
જેના ભાવમાં ચિતન્ય; તેની પ્રતિમામાં પણ ચૈતન્ય જેને ભાવ જડ તેની પ્રતિમા ય જડ.
અંતે તે આલંબન દ્વારા શુભ ભાવનું જાગરણ અને અશુભ ભાવનું વિસર્જન જ કરવાનું છે. પ્રાથમિક કક્ષામાં
આલંબન વિના કદી ન ચાલી શકે. પરંતુ ઉત્તમ કક્ષા સુધી પહોંચી ગએલા કેક ધર્માત્માને આલંબનની પણ જરૂર ન રહે તો તે તદ્ધ સહજ છે.
આલંબન જડ છે કે ચેતન? તેનું જેટલું મહત્વ નથી તેટલું મહત્વ આત્માના શુભ ભાવે જડ છે કે ચેતન? તેનું મહત્વ છે.
આથી જ “આલંબનમાં આપણા પ્રત્યેને શગ હવે જરૂરી છે” એવું જૈનદર્શન માનતું નથી. આલંબન વીતરાગ હેય તે ય તેને પ્રત્યેના આપણા ચૈતન્યભરપૂર ભાવ આપણું કામ કરી આપે છે. આવા ચૈતન્યભરપૂર ભાવની ઉત્પત્તિ માટે રાગી નહિ; પણ વિરાગી કે વીતરાગી આલંબનની જ જરૂર પડે છે, જે અત્યંત પરાર્થ રસિક હાય, કરુણાથી પરિપ્લાવિત હોય; અત્યંત વિશુદ્ધ હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org