________________
૩૪
પાસે રજા માંગવા માટે શિષ્ય ખમાસમણું વગેરે દઈને પૂછે છે, “સામાયિક પારું ?”: હે ગુરુદેવ ! હું મારું સામયિક વિધિવત્ પાર કરું?”
પણ ગુરુ શી રીતે “હા” એમ કહે? કેમ કે સામાયિક પાર્યા પછીની જે કાંઈ સાવદ્ય પ્રવૃત્તિઓ તે આત્મા આચરે તેના દોષના ભાગી ગુરુ બની જાય ? આથી ગુરુ તેને ગર્ભિત રીતે, જાણે કે જવાબ આપે છે કે, “ભાઈ! પારવું કે નહિ એ તું જાણે; પરન્તુ આ સામાયિક તારે ફરી કરવા જેવું તે છે જ.
આમ ગુરુ કહે છે-“પુણરવિ કાયવ્યં.”
પછી બીજી વાર ખમાસમણું વગેરે દઈને શિષ્ય કહે છે કે, “સામાયિક પાયું–હે ગુરુદેવ! સામાયિક પાયું છે.” ત્યારે ગુરુદેવ કહે છે કે “તારે શુભ આચાર તું છેડીશ નહિ.” “આયારે ણ મેત્ત !”
જે શુભ આચારે છે તે સંસારની પ્રવૃત્તિમાં પણ જીવંત રાખવા જ જોઈએ. સામાયિક પારીને ઊઠતા આત્માને ગુરુ કેવી સરસ ચીમકી આપે છે ?
આ પછી ચરવળા ઉપર હાથ ઠાવીને અંતિમ મંગલ તરીકે નવકાર મન્ત્ર ભણીને સામાઈઅવય–જુત્તો તથા દશ મનના સૂત્રે બેલાય છે.
ત્યાર બાદ જે સ્થાપની મુદ્રાથી ગુરુ–સ્થાપના કરી હોય તે ઉત્થાપની-મુદ્રાપૂર્વક નવકાર બેલ જેથી તે ગુ-સ્થાપનાનું ઉત્થાપન થયું કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org