________________
પાઠ : ૧૦ સામાયિક -પારણ સૂત્ર
ભૂમિકા જેણે જે મર્યાદિત કાળ–નિયમ કર્યો હોય તે કાળનિયમ પૂર્ણ થયા બાદ તે સામાયિકમાં થઈ ગએલી અવિધિની ક્ષમાપના કરવી જોઈએ અને તેમ કરીને વિધિવત્ બનેલું તે સામાયિક પાર ઉતારવું જોઈએ. આવી સામાયિકને વિધિવિત પાર ઉતારવાની ક્રિયા કરવા માટે હવે સામાયિકપારણ સૂત્રનું અવતરણ થાય છે. [૧] શાસ્ત્રીય નામ : સામાયિક-પારણ સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : સામાઈઅ વયજુત્તો. [3] વિષય : સામાયિકની અવિધિનું મિથ્યાદુકૃત કરીને
તેને વિધિપૂર્વક પાર ઉતારવું. [૪] મહત્ત્વને ફલિતાર્થ બને ત્યાં સુધી અવિધિ ન
આચરે; પણ કેઈ કારણસર અવિધિ થઈ જાય તે તેનું મિથ્યાદુક્ત કરી લે; આથી તમારે અવિધિદોષ દૂર થઈ જશે. પછી તે કિયા
વિધિવત જ કહેવાશે. આમ દરેક ક્રિયાને વિધિવત્ પાર ઉતારવી [પારવી ] જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org