________________
પૂર્વે મેં જે કાંઈ સાવદ્ય કર્યું હોય તેનાથી : હે ગુરુ ભગવંત! હું પાછો ફરું છું.
કરેલા તે પાપની હું મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. - તથા ગુરુની સાક્ષીએ પણ નિંદા કરું છું.
મારા એ પાપસ્વરૂપ અશુભ આત્માને હું ત્યાગ કરી - દઉં છું. [૮] વિશેષાર્થ અને ઊહાપોહ :
[૧] “સામાઈએ' સામાયિક એટલે સમભાવની - શાસ્ત્રનીતિપૂર્વકની આરાધના. આત્મામાં એકબીજા સાથે સંકળાએલી ત્રણ વિષમતાઓ પડેલી છે.
(૧) આત્મા રાગાદિભામાં વિષમ બની જાય છે. (૨) સુખ, દુઃખે વિષમ સ્થિતિમાં મુકાઈ જાય છે.
(૩) જીવમાત્ર પ્રત્યે કડવાશને પરિણામ એ તેને વિષમભાવ છે.
આ ત્રણે ય વિષમતામાંથી મુક્ત થવા માટે સમભાવની સર્વજ્ઞ–
શાક્ત આરાધના કરવી જોઈએ. * ચિત્તની અંદર સમતાનું નિર્માણ થાય નહિ ત્યાં સુધી આરાધનાને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય નહિ.
સમભાવની આરાધનારૂપ સામાયિક એ શ્રી જિનશાસનને અતિ અદ્દભુત ગ છે; અતિ સુંદર અને અમેઘ પ્રયોગ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org