________________
૭૩
સંપૂર્ણ અર્થ : હે ક્ષમાશ્રમણ ! મારા નિર્વિકારી ચિત્ત વડે
આપની યાપનિકા (શરીરાદિ સુખ નિર્વાહની) પૃચ્છા દ્વારા તથા આપની પ્રત્યે મારાથી લાગેલ દોષની નૈધિકી (પ્રતિકમણ)થી નિષ્પાપ કાયા વડે હું આપને વંદન કરવાને
ઈચ્છું છું. (ગુરુઃ તિવિહેણ મન-વચન-કાયાથી તે કર.) શિષ્ય : બે હાથ જોડીને મસ્તક નમાવીને આપને વંદન કરું છું.
ક્રિયાવિધિ આ સૂત્ર બોલતાં જે મુદ્રા કરવાની છે તે હવે સમજી લઈએ. ૦ સીધા ઊભા રહેવું. 2 બે પગની વચ્ચે આગળની બાજુ ચાર અંગુલની જગા
જોઈએ, અને પાનીની બાજુ–પાછલા ભાગમાં વચ્ચે - તેથી ડીક ઓછી જગા રાખવી. ૦ મુખ આગળ બે હાથ જોડીને ઊભા રહેવું. હાથની આંગળીઓનાં ટેરવાં એકેકના આંતરે રાખવા. આને
ગમુદ્રા કહેવાય. છે હવે સૂત્ર શરૂ કરતાં જ માથું જેડેલા હાથ સુધી
નમાવી દેવું અને એ જ મુદ્રામાં ઈચ્છામિ.થી નિસહિયા....એ સુધી બેલવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org