SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૯. આગાર-સૂત્ર ભૂમિકા વિશિષ્ટ શુદ્ધિ વડે જે કાર્યોત્સર્ગ હવે કરવાને સંકલ્પ કર્યો છે તે કાર્યોત્સર્ગ એ કાંઈ સામાન્ય બાબત નથી. તેમાં કાયાને ઉત્સર્ગ એટલે કે કાયાની અસ્થિરતાને-પ્રવૃત્તિને સંપૂર્ણ ત્યાગ કરવાનું છે. જાણે કે આત્માને અને કાયાને. કશું જ લાગતું-વળગતું નથી. કાં અહીં કાયા જ નથી અથવા તે જે કાયાને ત્યાગ ન થઈ શકતું હોય તે જાણે કે તેમાં તેની સાથે સંબંધ ધરાવતે આત્મા જ નથી. આપણી કાયા એટલે મડદું જ સમજી લે. જે મડદું ન કરે તે કાયેત્સર્ગમાં નહિ કરવાનું. જે મડદા ઉપર ડાંસ, મચ્છર બેસતાં તે ઉડાડવા, ખણવા વગેરેની ક્રિયા કરતું નથી તે. આપણે પણ તે કશું જ કરવાનું નહિ. કાયાની મમતાને–દેહના અધ્યાસને તોડી નાખી આ રીતે સ્થિર કર્યા વિના સ્થિર ધ્યાન નહિ અને તે વિના પાપકર્મને સર્વનાશ સંભવિત નથી. કાયાની આસક્તિને ત્યાગ તે ભગવાનને અંતિમ જીવનમાં ચાલુ જ છે છતાં એ કાયેત્સર્ગ કરે છે. કાયાની અસ્થિરતા-હીલચાલ છેડે છે, તેથી ધ્યાન સ્થિરતાથી થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy